હેં, ડોક્ટર પણ આપે છે આ દેશમાં ફરવા જવાની સલાહ, આખરે એવું તે શું છે ખાસ ત્યાં?

સામાન્યપણે આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે ડોક્ટર પાસે જઈએ અને મેડિસીન વગેરે લઈએ. ઘણી વખત ડોક્ટર દ્વારા મેડિસીનની સાથે સાથે દર્દીઓને હવાફેર કરવા માટે બહાર ફરવા જવાની સલાહ પણ આપતા હોય છે.
પરંતુ કોઈ ડોક્ટર તમને થાઈલેન્ડ ફરવા જવાની સલાહ આપે તો એ તમારા માનવામાં આવે ખરું? ચાલો આજે આ સિક્રેટ પરથી પડદો ઉઠાવી જ દઈએ અને જાણીએ કે કેમ ડોક્ટર્સ થાઈલેન્ડ ફરવા જવાની સલાહ આપે છે અને એવું તે શું છે ખાસ થાઈલેન્ડમાં કે જેને કારણે દર્દીઓ સાજા પણ થઈ જાય છે-
આપણ વાંચો: સગાઈ પછી પણ સાથે ફરવાનો ઇનકાર કરનારી ફિયાન્સી પર હુમલો
ડોક્ટર થાઈલેન્ડ ફરવા જવાની સલાહ કેમ આપે છે એ જાણીએ એ પહેલાં થાઈલેન્ડ વિશે થોડું જાણી લઈએ. થાઈલેન્ડ કે જેનું જૂનું નામ સ્યામ હતું. દક્ષિણ પૂર્વમાં આવેલો આ સુંદર મજાનો દેશ પોતાની સંસ્કૃતિની સાથે સાથે અને પર્યટન માટે આખી દુનિયામાં વખણાય છે.
પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે થાઈલેન્ડ જઈને તેઓ પોતાની તબિયત સુધારી શકે છે. માત્ર થાઈ મસાજ નહીં પણ અહીંનો પ્રવાસ પણ તમારી હેલ્થને સુધારે છે.

જી હા, તમને સાંભળીને થોડું વિચિક્ષ લાગશે પણ આ હકીકત છે. થાઈલેન્ડમાં ગાઢ જંગલો જેવા કે ખાઓ સૌક નેશનલ પાર્ક અને ચિયાંગ રાઈના પર્વતો વગેરે જગ્યાએ હાઈ ક્વોલિટી ઓક્સિજન પૂરું પાડે છે. અહીંના વૃક્ષોમાંથી નીકળતું ફાઈટોનસાઈડ્સ શરીરની ઈમ્યુનિટી સિસ્ટમમાં વૃદ્ધિ કરે છે.

આપણ વાંચો: ભારતના રૂ. 100 અહીં બની જાય છે રૂ. 18,000, ફરવા માટે છે સ્વર્ગ સમાન, આજે જ બનાવો પ્લાન…
આ સિવાય અહીં પાઈ, ક્રાબી અને ચિયાંગ રાઈના ગરમ પાણીના ઝરણા મિનરલ્સથી ભરપૂર હોય છે, જે માંસપેશીઓના દર્દને ઘટાડવામાં અને બ્લડ સર્ક્યુલેશન વધારીને સ્કિનને હેલ્ધી બનાવવામાં મદદરૂપ સાબિત છે. ફુકેત, કોહ સમુઈ અને ક્રાબી જેવા સમુદ્ર કિનારાની હવામાં નેગેટિવ આયરન હોય છે જે ઓક્સિજનના અવશોષણને ઘટાડે છે, જે એલર્જીને ઘટાડવામાં મદદ કરે છે અને ફેફસાંને શુદ્ધ કરે છે.
થાઈલેન્ડમાં મળતાં તાજા ફળ અને ઔષધીય જડી-બુટ્ટીઓ જેમ કે મેંગોસ્ટીન અને લેમનગ્રાસમાં એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણ હોય છે. જે પાંચન તંત્રને મજબૂત બનાવે છે અને શરીરને ટોક્સિક ઘટકોથી મુક્તિ અપાવે છે. આ સિવાય તમે જંગલોમાં સમય પસાર કરવાને ત્યાં લોકો ફોરેસ્ટ બ્રિધિંગ કહે છે એનો પણ લાભ લઈ શકો છો. આને કારણે એકાગ્રતામાં સુધારો થાય છે અને થાઈલેન્ડના જંગલો આ થેરેપી માટે બેસ્ટ માનવામાં આવે છે.
હવે જ્યારે કોઈ એક જગ્યાએ ફરીને અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળતી હોય તો ડોક્ટર દર્દીઓને થાઈલેન્ડ ફરવા જવાની સલાહ આપે જ ને ભાઈસાબ? તો હવે નેક્સ્ટ વેકેશન ડેસ્ટિનેશન તરીકે થાઈલેન્ડનું નામ પાક્કુ કરી નાખો ભાઈસાબ…