બોલો લોકોને કેવા કેવા શોખ હોય છે…
દરેક વ્યક્તિના શોખ અલગ અલગ હોય છે પરંતુ ઘણા વ્યક્તિઓના શોખતો સાંભળીને ચકરાવે ચડી જઇએ એવા હોય છે. ક્યારેક તો એમ થાય કે ખરેખર આવા લોકો હોય છે. ક્યારેય સાંભળ્યું છે કે કોઇને મળનો નેકલેસ પહેરવાનો શોખ હોય, સાંભળીને પણ એમ થાય કે છી…આવો કેવો શોખ?
અમેરિકાના મિનેસોટાની એક મહિલાને જિરાફના મળને કારણે એરપોર્ટ પર કસ્ટમની ચુંગાલમાં ફસાઈ ગઈ. જ્યારે કસ્ટમ વિભાગે તેને પકડી ત્યારે તેણે કહ્યું કે મારે જિરાફના મળનો હાર બનાવીને પહેરવો હતો એટલે હું કેન્યાથી ને લઇ આવી છું. ત્યારે થાય કે શું ખરેખર તે ગળાનો હાર બનાવવા માટે જિરાફના મળનો ઉપયોગ કરવા માંગતી હતી. તે પોતાની ઇચ્છા પૂરી કરવા માટે કેન્યાથી જિરાફના મળથી ભરેલા બોક્સ લઇ આવી હતી. પરંતુ તે એરપોર્ટ પર કસ્ટમના નિશાના હેઠળ આવી ગઇ અને અધિકારીઓએ મળનો કન્ટેનર જપ્ત કર્યું હતું.
પ્રારંભિક તપાસ દરમિયાન મહિલાએ અધિકારીઓને કહ્યું કે તેણે કેન્યાના પ્રવાસ દરમિયાન જિરાફનો મળ ફક્ત એટલા માટે જ લીધું હતું જેથી તે તેનાથી ગળાનો હાર બનાવી શકે. મહિલાના કહેવા પ્રમાણે આ પહેલીવાર નથી જ્યારે તેણે આવું કંઈ કર્યું હોય. અગાઉ પણ તેને હરણના મળમાંથી હાર બનાવીને પહેર્યો છે.
નિયમ અનુસાર અમેરિકા જેવા દેશોમાં જિરાફનું મળ લાવવું સરળ નથી, મળને ત્યારે જ લાવી શકાય છે જો વ્યક્તિ પાસે તેને લાવવાની પરમિટ હોય અને તેનું યોગ્ય રીતે નિરીક્ષણ કરવામાં આવ્યું હોય. જો કે મહિલાએ પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો ન હતો કારણ કે તેણે જિરાફનું મળ છે તેવું અગાઉથી જ જાહેર કર્યું હતું અને અધિકારીઓને કસ્ટમ ફી પણ ચૂકવી હતી.