સ્પેશિયલ ફિચર્સ

Whatsapp લાવી રહ્યું છે નવું મહત્વનું ફીચર, સરળતાથી શોધી શકશો જૂની ચેટ

નવી દિલ્હી : પોપ્યુલર સોશિયલ મીડિયા મેસેજિંગ એપ વોટ્સએપ(Whatsapp) ટુંક જ સમયમાં નવું ફીચર લઇને આવી રહ્યું છે. તાજેતરમાં વોટ્સએપે Meta AII માં વોઈસ ચેટ મોડનું ફીચર રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. જો રિપોર્ટનું માનીએ તો હવે વોટ્સએપ યુઝર્સે નવું ફિલ્ટર મળશે. આ ફિલ્ટર યુઝર્સ માટે ઘણા કાર્યોને સરળ બનાવશે.

ગૂગલ પ્લે સ્ટોરમાં અપડેટ
વોટ્સએપમાં ઘણા લોકો ફિલ્ટર એક્શન મેળવવા જઈ રહ્યા છે. આ આગામી ફીચર વિશેની માહિતી લોકપ્રિય વેબસાઈટ Webtainfo પરથી મળી છે. Webtainfo મુજબ ગુગલ પ્લે સ્ટોર હાલમાં ઉપલબ્ધ એન્ડ્રોઇડ 2.24.18.16 ના બીટા અપડેટથી માલૂમ પડે છે કે લિસ્ટ સેકશનમાં ચેટ ફિલ્ટરનું સેકશન આવશે.

યુઝર્સને વારંવાર ચેટ લિસ્ટમાં આવવાની જરૂર નહિ પડે
Wabetainfo દ્વારા આ ફિલ્ટર સેક્શનની એક સ્ક્રીન શૉટ શેર કરવામાં આવ્યો છે. ચેટ ફિલ્ટર્સ ટોપમાં જમણી તરફ હશે. આના લીધે યુઝર્સ વોટ્સએપ કોન્ટેક્ટ અને કોઇપણ ચેટને સરળતાથી સર્ચ કરી શકશે. યુઝર્સને વારંવાર ચેટ લિસ્ટમાં આવવાની જરૂર નહિ પડે.

જેમાં યુઝર્સ માત્ર કસ્ટમ ચેટ જોવા માટે લિસ્ટ દ્વારા બનાવેલા કસ્ટમ ફિલ્ટરની પસંદગી કરી શકશે. આનો ફાયદો એ થશે કે કોઇ પણ બીજી ચેટ પર ગયા વિના તે જરૂરી ચેટ વિન્ડોમાં જઇ શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button