હવે iPhone લેવા આ બેંક તમને નહીં આપે ડિસ્કાઉન્ટ, જાણો બીજા ઑપ્શન શું છે?

નવી દિલ્હી : એપલ ઇવેન્ટ 9 સપ્ટેમ્બરના રોજ છે. ટેક જાયન્ટ iPhoneના નવા મોડલ લોન્ચ કરશે. કંપની iPhone,iPhone16,iPhone16 Plus, iPhone16 Pro અને iPhone16 Pro Maxના ચાર મોડલ લોન્ચ કરી શકે છે. જેમાં અનેક લોકો નવો iPhone ખરીદવાનું વિચારી રહ્યા હશે. નવો iPhoneબજાર કિંમતે ઉપલબ્ધ હોવા છતાં બેંક કાર્ડ સાથે સારી ઓફર ઉપલબ્ધ હોય છે.
જે લોકો iPhone માટે શ્રેષ્ઠ કાર્ડ ઑફર્સ શોધી રહ્યા છે તેમને હવે HDFC બેંકના કાર્ડ પર ડિસ્કાઉન્ટ નહિ મળે. જો કે આ સિવાય કંપનીએ અન્ય બેંક સાથે સમજૂતી કરી છે.
એચડીએફસી અને એપલની સમજૂતીનો અંત
જેમાં HDFC બેંકે ભારતમાં એપલ સાથેની સમજૂતી સમાપ્ત કરી દીધી છે. આ સમજૂતી પાંચ વર્ષ જૂની હતી. Apple એ HDFC બેંકને વર્ષ 2019 માં તેના એકમાત્ર ભાગીદાર બનાવી હતી. જો તમે નવો iPhone ખરીદ્યો હોય તો આ બેંક પાર્ટનર તરફથી ગ્રાહકને ડિસ્કાઉન્ટ અને ઓછી કિંમતની EMI સુધીની વ્યવસ્થા કરવામાં આવતી હતી. અત્યાર સુધી iPhone અથવા Appleના અન્ય ઉત્પાદનો પર 8000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ હતું. જ્યારે હવે નવા લોન્ચ થયેલા Apple ઉત્પાદનો પર HDFC બેંકના કાર્ડ પર કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં નહિ આવે.
કંપનીએ અન્ય બેંકો સાથે સમજૂતી કરી
જો કે કંપનીએ ICICI,Axis અને American Express ને પોતાના પાર્ટનર બનાવ્યા છે. આ બેંકો શું ઑફર્સ આપશે તે ટૂંક સમયમાં જાણી શકાશે.