ચાનો શોખ તમને બીમાર કરશે? એક દિવસમાં આટલી ચા પીવી જોઈએ…

ચા એ ભારત જ નહીં પણ દુનિયાભરમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતું એક રિફ્રેશિંગ ડ્રિંક છે. આપણે ત્યાં તો લોકો બસ ચા પીવા માટે બહાના જ શોધતા હોય છે.
કેટલાક લોકો એવા પણ હોય છે કે જેઓ જ્યાં સુધી દિવસમાં બે-ત્રણ કપ ચા ના પીવે તો એમનો દિવસ પૂરો નથી થતો. પરંતુ શું તમને ખબર છે દિવસમાં કેટલા કપ ચા પીવી ફાયદેમંદ છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
ચા એ ભારતનું નેશનલ ડ્રિંક બની ગયું છે, પરંતુ લોકોમાં હંમેશાં એ વાતને સંભ્રમ જોવા મળે છે કે દિવસમાં કેટલા કપ ચા પીવી જોઈએ, જેનાથી હેલ્થને નુકસાન ના પહોંચે. શિયાળામાં બે કપની ચા વધીને ચારથી પાંચ કપ પર પહોંચી જાય છે, પરંતુ ઉનાળામાં ચા ખૂબ જ સમજી વિચારીને પીવી જોઈએ.
આપણ વાંચો: શમીએ એનર્જી ડ્રિંક પીતા થઈ બબાલઃ મૌલાનાએ વખોડ્યો, તો રાજકારણીઓએ કર્યો બચાવ…
ચા શરીરમાં ગરમી પેદા કરવાની સાથે સાથે જ મગજને શાંત રાખે છે. આ જ કારણ છે કે લોકો દરેક સિઝનમાં ચા પીવાનું પસંદ કરે છે. પરંતુ પાછો મુદ્દાનો સવાલ એ જ છે આખરે કેટલા કપ ચા પીવી જોઈએ એક દિવસમાં.
એફડીએ દ્વારા આપવામાં આવવામાં આવેલી માહિતી અનુસાર એક એડલ્ટ વ્યક્તિ એક દિવસમાં 400 એમજીથી વધુ કેફીનનું સેવન ના કરવું જોઈએ. જ્યાં સુધી ચાની વાત છે તો દિવસમાં 3થી 4 કપ ચા તો આરામથી પી શકાય છે અને તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી જોવા મળતી. જોકે, આ પ્રમાણ વ્યક્તિ દર વ્યક્તિ બદલાય છે.
આપણ વાંચો: MS Dhoniને લાગી ગઈ છે આ ડ્રિંકની લત, ખુદ કરી કબૂલાય, કેમે ય કરીને છૂટતી જ નથી…
દૂધ અને સાકરવાળી ચા સ્વાસ્થ્ય માટે બિલકુલ ફાયદેમંદ નથી માનવામાં આવતી. ગ્રીન ટી, બ્લેક ટીનું સેવનું કરવું ફાયદેમંદ માનવામાં આવે છે. એમાં પણ હર્બલ ટી તો આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. શિયાળામાં બીમારીઓથી બચવા માટે પણ આ પ્રકારની ટીનું સેવન કરવું જોઈએ.
ચામાં રહેલું કેફિન , ટેનિન અને ફ્લોરાઈડ અને એન્ટિઓક્સિડન્ટ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. જ્યારે જરૂર પ્રમાણે ચા પીવામાં આવે છે તો માંસપેશીઓમાં ખેંચાણ, હાડકામાં દુઃખાવો કે પેઢામાં તકલીફ શરૂ થઈ શકે છે. આ સિવાય પણ બીજી કેટલીક સાઈડઈફેક્ટ જોવા મળી શકે છે.
- આયરનનું અબ્ઝોર્પ્શન ઘટી જવું
- ઉલટીઓ થવી, બૈચેની થવી
- છાતીમાં બળતરા કે એસિડિટી થવી
- મોઢામાં ચાંદા પડવા
- ઉંઘ ના આવવી
- ગર્ભાવસ્થામાં સમસ્યા આવવી
- ફૂડપાઈનમાં સમસ્યા થવી
- ચા પીવાથી વજન વધે છે
- ચાપમાં ઓક્સલેટ જોવા મળે છે, જેને કારણે કિડની સ્ટોન થવાનું જોખમ વધી જાય છે