વાત દુનિયાના સૌથી મોંઘા સાબુની…
સ્નાન કરવું એ શારીરિક હાઈજિન માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે એને કારણે શરીર પર રહેલી ગંદકી દૂર થાય છે અને તાજગીનો અહેસાસ થાય છે. આપણે સ્નાન કરતી વખતે સાબુનો ઉપયોગ કરીએ છીએ અને દરેક જણ પોતાની પસંદગી પ્રમાણે અલગ અલગ પ્રકારના સાબુ ઉપયોગમાં લઈએ છીએ.
બજારમાં આ સાબુની કિંમત 10-20 રૂપિયા કે પછી વધુમાં વધુ 50-100 રૂપિયામાં મળે છે. પણ તમને ખબર છે દુનિયાનો મોંઘામાં મોંઘો સાબુ કયો છે અને એની કિંમત કેટલી છે? આજે અમે અહીં તમને દુનિયાના સૌથી મોંઘા ભાવના સાબુ વિશે વાત કરીશું. આ સાબુને દુનિયાનો સૌથી મોંઘો સાબુ તરીકે ઓળખવામાં આવે છે અને તે જવેરાતથી જરા પણ ઓછો મોંઘો નથી.
હવે તમને થશે કે આ સાબુમાં એવી તો શુ ખાસિયત છે કે જેને કારણે તેની ગણતરી દુનિયાના સૌથી મોંઘા સાબુમાં થાય છે તો તમારી જાણ માટે કે આ સાબુ સોના અને હીરાના પાઉડરમાંથી બનાવવામાં આવ્યો છે. આ સાબુનું નામ ખાન અલ સબાઉન સોપ છે અને તેનું મેન્યુફેક્ચરિંગ લેબનોનના ત્રિપોલી શહેરમાં આવેલી બદર હસન એન્ડ સન્સ નામની કંપની દ્વારા કરવામાં આવે છે.
આગળ વધીએ અને આ સાબુની કિંમત વિશે વાત કરીએ તો તેની કિંમત બે લાખ રૂપિયાથી પણ વધુ છે. મીડિયા રિપોર્ટ્સ દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર આ સાબુ દરેક જગ્યાએ ખૂબ જ સરળતાથી ઉપલ્બધ નથી થતો પણ યુએઈમાં આવેલી કેટલીક ખાસ દુકાનોમાં જ તેનું વેચાણ કરવામાં આવશે. આ સાબુ માત્ર અમીર અને શેખ લોકો જ ખરીદે છે.