હેકર આ રીતે હેક કરે છે તમારો સ્માર્ટફોન: જો ફોન વાપરતા ન હોવ છતાં સ્ક્રીન પર ડોટ દેખાય તો ચેતી જજો…

Smartphone hack: આજના સમયમાં મોટાભાગના લોકોના હાથમાં સ્માર્ટફોન આવી ગયો છે. એવા ઘણા કામ છે, જેના માટે સ્માર્ટફોન ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. બેકિંગ, શોપિંગ જેવા ઘણા કામો છે જે સ્માર્ટફોનને કારણે ઘરેબેઠા થઈ જાય છે. પરંતુ આ સાથે ઓનલાઈન ફ્રોડ થવાનું પણ જોખમ રહે છે. સાયબર ગઠિયાઓ સ્માર્ટફોન હેક કરીને પૈસાની ઉચાપત કરતા હોય છે. તેથી સ્માર્ટફોન હેક ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. સ્માર્ટફોન હેક થાય છે, ત્યારે કેટલાક લક્ષણો જોવા મળે છે. આ લક્ષણોને ઓળખવા જોઈએ.
સ્માર્ટફોન હેક થવાના લક્ષણો
સ્માર્ટફોનમાં જ્યારે માઇક્રોફોન ઓન હોય છે, ત્યારે ડિસ્પ્લેની સૌથી ઉપર એક ઓરેન્જ+યેલો રંગના ડોટ દેખાય છે. ફોન કોલ, ઓડિયો રેકોર્ડિંગ દરમિયાન પણ આ ડોટ દેખાય છે. જો કોલ આવ્યો ન હોય, તેમ છતાં પણ આ લાઈટ ઓન થઈ જાય છે, તો સમજો કે કોઈ તમારા સ્માર્ટફોન સાથે છેડછાડ કરી રહ્યું છે.
સાયબર ગઠિયો અથવા ટેક્નોલોજીનો જાણકાર વ્યક્તિ તમારા સ્માર્ટફોનને હેક કરી લે છે. ત્યારબાદ તે દૂર રહીન ફોનનું એક્સેસ મેળવીને મોબાઈલનું માઇક ઓન કરે છે. આવું કરવાથી તરત મોબાઇલ સ્ક્રીન પર ઓરેન્જ લાઇટ ચાલું થઈ જાય છે.

સાયબર ગઠિયો મેળવે છે મોબાઈલનું એક્સેસ
આજના સમયમાં એવી ઘણી એપ્સ છે. જે હેકિંગ માટે તૈયાર કરવામાં આવી છે. આવી એપ્સ એકવાર સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ થયા બાદ હેકરને મોબાઈલનું એક્સેસ આપી શકે છે. જેનાથી સ્માર્ટફોન યુઝરની ખાનગી વાતો ઉપરાંત બેંક ડિટેઇલ વગેરે જેવી માહિતીની પણ ચોરી થઈ શકે છે.
આઈફોનમાં કેમેરો ચાલુ થાય ત્યારબાદ યેલો+ઓરેન્જ ડોટ દેખાય છે. બીજી બ્રાન્ડના મોબાઈલમાં જુદા જુદા સંકેતો જોવા મળે છે. સાયબર ગઠિયો જ્યારે હેક કરેલા સ્માર્ટફોનનો કેમેરો ઓન કરે છે, ત્યારે ડિસ્પ્લેની ટોચ પર ગ્રીન ડોટ દેખાય છે. જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ નથી કરી રહ્યા, છતાંય ડિસ્પ્લે પર ગ્રીન ડોટ દેખાય છે. તો સમજી જવું જોઈએ કે તમારો ફોન હેક થઈ ગયો છે.
આ પણ વાંચો…તમારો મોબાઈલ જ તમને બચાવશે હેકર્સથી, જાણો આપે છે આવા સિગ્નલ્સ…



