સ્પેશિયલ ફિચર્સ

Urinary Bladder Cancer વિશે જાણો છો, જેણે રાજકારણી સુશીલ કુમાર મોદીનો જીવ લીધો

બિહારના રાજકારણમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવનાર ભાજપના નેતા સુશીલકુમાર મોદી (Sushilkumar modi death) નું ગઈકાલે મોડી રાત્રે નિધન થયું. લગભગ ત્રણેક મહિના પહેલા તેમણે પોતાને કેન્સર થયું હોવાની જાણકારી સોશિયલ મીડિયાાના માધ્યમથી આપી હતી. તેમને Urinary Bladder Cancer થયું હતું અને તે લગભગ અંતિમ સ્ટેજમાં હતું. મુખ્યત્વે પુરુષોને થતાં આ આ કેન્સર (Cancer) વિશે ઓછી જાગૃતિ છે. ત્યારે આપણે આ બીમારી અને તેના લક્ષણો વિશે જાણવું જરૂરી બને છે.

મૂત્રાશયના કેન્સર (Urinary Bladder Cancer) ને યુરોથેલિયલ કાર્સિનોમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગંભીર રોગ ત્યારે થાય છે જ્યારે મૂત્રાશયની અંદર હાજર યુરોથેલિયલ કોષો અસામાન્ય રીતે વધે છે. નિષ્ણાતોના મતે, આ કેન્સર તમારા મૂત્રાશય પર એક થર (લેયર) તરીકે શરૂ થાય છે અને સમય જતાં નજીકના લસિકા ગાંઠો (Lymph nodes) અને પછી હાડકાં, ફેફસાં અને લીવર જેવા શરીરના અન્ય અંગોમાં ફેલાય છે.

ઘણા સ્વાસ્થ્ય અહેવાલો એ પણ દર્શાવે છે કે મૂત્રાશયનું કેન્સર પુરુષોને અસર કરતું ચોથું સૌથી સામાન્ય કેન્સર છે, આ કેન્સર સ્ત્રીઓને પણ અસર કરી શકે છે પરંતુ પુરુષોમાં જોખમ વધારે છે. તે જ સમયે, સમસ્યા એ છે કે મોટાભાગના કિસ્સાઓમાં આ કેન્સર ફક્ત એડવાન્સ સ્ટેજમાં જ જોવા મળે છે. જો કે, જો મૂત્રાશયના કેન્સરના કેટલાક સામાન્ય લક્ષણો પર ધ્યાન આપવામાં આવે તો, સમયસર યોગ્ય સારવાર દ્વારા આ ગંભીર રોગને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય છે.

    Taboola Feed
    દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
    Back to top button