બે દિવસ બાદ Surya કરશે ગોચર, આ રાશિના જાતકોને એક મહિના સુધી જલસા જ જલસા…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ગોચર કરવા વિશે ચોક્કસ માહિતી આપવામાં આવી છે અને આવું જ એક મહત્ત્વનું ગોચર બે દિવસ બાદ થવા જઈ રહ્યું છે. આ ગોચરને કારણે અમુક ચોક્કસ રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે. ચાલો જાણીએ કયો છે આ ગ્રહ અને કઈ રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે-
સૂર્યને જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને એને યશ, સફળતા, આત્મવિશ્વાસ અને સ્વાસ્થ્યનો કારક માનવામાં આવ્યો છે. જો સૂર્ય કુંડળીમાં શુભ સ્થિતિમાં હોય તો સફળતા અને યશની પ્રાપ્તિ થાય છે. 16મી જુલાઈના સૂર્ય ગોચર કરીને કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સૂર્યનું કર્ક રાશિમાં થઈ રહેલું ગોચર અમુક રાશિના જાતકોને લાભ કરાવી રહ્યો છે. આ રાશિના જાતકોના માન-સન્માનમાં વૃદ્ધિ થશે, સફળતા મળશે. ચાલો જાણીએ સૂર્ય કઈ રાશિના જાતકોને એક મહિના સુધી લાભ જ લાભ કરાવી રહ્યા છે…
મેષઃ
કર્ક રાશિમાં થઈ રહેલું સૂર્યનું ગોચર મેષ રાશિના જાતકોને પારાવાર લાભ કરાવી રહ્યો છે. નોકરી-વેપારમાં સારો એવો ફાયદો થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં જાતકો પોતાના કામથી સંતુષ્ટ રહેશે. આર્થિક લાભ થઈ રહ્યો છે. લાઈફ પાર્ટનરનો સાથ-સહકાર મળી રહ્યો છે.
વૃષભઃ
વૃષભ રાશિના જાતકોને પણ સૂર્યના ગોચરથી નવી નવી સિદ્ધિઓ મળી રહી છે. આ રાશિના જાતકોનો કરિયરનો ગ્રાફ ખૂબ જ ઝડપથી આગળ વધશે. મનચાહી નોકરી મળી શકે છે. ધન-લાભ થઈ રહ્યો છે. પૈસાના આગમનના નવા નવા સ્રોત ખુલી રહ્યા છે.
મિથુનઃ
સૂર્યનું ગોચન મિથુન રાશિના જાતકોને સારો સમય લાવી રહ્યું છે. એવું કહી શકાય કે પડકાર અને સંકટમાંથી મુક્તિ મળી રહી છે. પ્રગતિ થશે. આ સમયે મિથુન રાશિના લોકો પૂરતો આરામ કરશે. વેપાર સાથે સંકળાયેલા લોકોને પણ મનમાન્યો ફાયદો થઈ રહ્યો છે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (14-07-24): મિથુન, કર્ક અને સિંહ રાશિના જાતકોની પદ-પ્રતિષ્ઠામાં થશે વૃદ્ધિ…
સિંહઃ
સિંહ રાશિના જાતકોને પણ સૂર્યનું આ ગોચર શુભ ફળ આપનારું સાબિત થશે. જોકે, કરિયરમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે, પણ પરિસ્થિતિમાં પહેલાં કરતાં થોડો સુધારો જોવા મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક સ્થિતિ સુધરી શકે છે.
વૃશ્ચિકઃ
આ રાશિના જાતકો માટે સૂર્યનું કર્ક રાશિમાં થઈ રહેલું ગોચર સકારાત્મ ફળ આપનાર સાબિત થઈ રહી છે. નોકરીમાં નવી નવી તક મળી શકે છે, તમારે આ તકનો લાભ ઉઠાવવાનું ચૂકવું ના જોઈએ. આર્થિક લાભ થઈ રહ્યો છે. ખર્ચમાં ઘટાડો જોવા મળી શકે છે.