સુપરફૂડ ઓટ્સ પણ બની શકે છે ઝેર! જો તમે આમાંથી એક હોવ તો દૂર રહો

આપણે ઓટ્સનાં સેવનને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સુપરફૂડ તેના ઉચ્ચ ફાઇબર અને હૃદયના સ્વાસ્થ્ય માટેના લાભો માટે જાણીતું છે. ઓટ્સને ખાવાની ઘણી રીતો છે. એટલે કે, નાસ્તા માટે ઓટ્સ એક આરોગ્યપ્રદ વિકલ્પ છે, પરંતુ કેટલાક લોકોએ તેનું સેવન ટાળવું જોઈએ, નહીંતર તેમના માટે નુકસાન નોતરી શકે છે. ચાલો જાણીએ તે લોકો કોણ છે?
કોને ટાળવું જોઇએ ઓટ્સનું સેવન?
એલર્જી હોય તો: ઓટ્સથી એલર્જી બાળકો અને પુખ્ત વયના લોકો બંનેને થઈ શકે છે. ઓટ્સ એલર્જીના લક્ષણોમાં ચામડી પર ફોલ્લીઓ, જઠરાંત્રિય સમસ્યાઓ અને શ્વસન સંબંધી સમસ્યાઓનો સમાવેશ થાય છે. તેથી, ઓટ્સથી એલર્જી ધરાવતા લોકોએ ઓટ્સ ઉત્પાદનોનું સેવન ટાળવું જોઈએ.

શરીરમાં ખનિજોની ઉણપ: ઓટ્સમાં ફાયટીક એસિડ રહેલું છે, જે એક એન્ટિન્યુટ્રિઅન્ટ છે જે કેલ્શિયમ, આયર્ન અને ઝિંક જેવા આવશ્યક ખનિજો સાથે જોડાઈ શકે છે, જેનાથી શરીરમાં તેમનું શોષણ ઓછું થઈ જાય છે. જો કે તે સ્વસ્થ લોકો માટે હાનિકારક નથી, પરંતુ જે લોકોમાં ખનિજોની ઉણપ હોય અથવા જેઓ વધુ પડતાં ઓટ્સ ખાય છે, તેમણે તેની માત્રા થોડી ઘટાડી દેવી જોઇએ.
કિડની અને ડાયાબિટીસના દર્દીઓ: ઓટ્સમાં ફોસ્ફરસની માત્રા વધારે હોય છે, જે કિડની માટે હાનિકારક થઈ શકે છે, તેથી કિડનીની બીમારીવાળા લોકોએ ઓટ્સ ખાવાનું ટાળવું જોઈએ. ઓટ્સમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ રહેલું છે જે બ્લડ શુગરની માત્રાને વધારી શકે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ ઓટ્સ ખાવા જોઈએ.
નોંધ: અત્રે આપવામાં આવેલી ટીપ્સ માત્ર એક સૂચન છે, અનુસરતા પૂર્વે અવશ્ય તબીબી સલાહ લેવી.