ગ્રહોના રાજા સૂર્ય કરશે મીનમાં ગોચર, ત્રણ રાશિના જાતકોને…
વૈદિક જ્યોતિષમાં સૂર્ય દેવને ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે અને સૂર્યદેવ દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે. આમ જોવા જઈએ તો સૂર્યદેવ એ સિંહ રાશિના સ્વામી છે. હવે આ સૂર્યદેવ માર્ચ મહિનામાં રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. સૂર્ય દેવ માર્ચ મહિનામાં પોતાની મિત્ર રાશિ મીનમાં ગોચર કરવા જઈ રહ્યા છે અને આ ગોચરની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે, પરંતુ ત્રણ રાશિ એવી છે કે જેને સૂર્યદેવના વિશેષ આશિર્વાદ પ્રાપ્ત થઈ રહી છે. સૂર્યના મીન રાશિમાં થનારા ગોચરને કારણે આ ત્રણ રાશિના જાતકોનું સૂતેલું ભાગ્ય જાગી જશે અને એમનો સુવર્ણ સમય શરૂ થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ ત્રણ રાશિ…
મિથુનઃ
સૌથી પહેલાં વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે સૂર્ય દેવનું આ રાશિ પરિવર્તન શુભ સાબિત થઈ રહ્યું છે, કારણ કે સૂર્ય દેવ આ રાશિના કર્મ ભાવમાં ગોચર કરી રહ્યાં છે. જેને કારણે આ સમયગાળા તમને કારોબારમાં ભરપૂર સફળતા મળી રહી છે. સામાજિક માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ રહી છે. નોકરીમાં અધિકારી વર્ગ તમને પ્રોત્સાહન આપી શકે છે. જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે તેને આ સમયમાં સારી સફળતા મળી શકે છે. એટલે કે તેને કોઈ પદની પ્રાપ્તિ થઈ શકે છે. વેપારી વર્ગના લોકોને આ સમયમાં આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. કોઈ નવું કામ શરૂ કરવા માટે આ સમય ખૂબ જ સારો છે.
કર્કઃ
કર્ક રાશિના લોકો માટે પણ સૂર્ય દેવનું આ રાશિ પરિવર્તન એકદમ અનુકૂળ સાબિત થઈ શકે છે, કારણ કે સૂર્ય દેવ તમારી ગોચર કુંડળીના નવમ ભાવમાં ભ્રમણ કરવા જઈ રહ્યાં છે. આ સમયે આ રાશિના લોકોનું ભાગ્યોદય થઈ રહ્યું છે. તમારી યોજનાઓ સફળ થઈ શકે છે. દરમિયાન તમે કામના સંબંધમાં યાત્રા કરી શકો છો, જે શુભ સાબિત થશે. તમને આ દરમિયાન કોઈ સારા સમાચાર મળી શકે છે. કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ શકો છો.
ધનઃ
ધન રાશિના જાતકો માટે સૂર્યનું મીન રાશિમાં ગોચર શુકનિયાળ રહેશે, કારણ કે સૂર્ય આ રાશિના ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે, જેને કારણે તમને આ દરમિયાન વાહન અને સંપત્તિનું સુખ પ્રાપ્ત થઈ શકે છે. સાથે કાર્યસ્થળ પર તમારો પ્રભાવ વધશે. તમને સંપત્તિ દ્વારા પણ લાભ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમને માતાનો વિશેષ લાભ થઈ રહ્યો છે.