આ ઘરેલું ઉપાય પેટ સાફ નહિ થવાની સમસ્યાનો લાવી દેશે કાયમી અંત

લોકોને પેટમાં ગેસ થવાની અને પેટ યોગ્ય રીતે સાફ ન થવાની સમસ્યા રહે છે.જો પેટ યોગ્ય રીતે સાફ ન થાય તો પેટમાં ગેસ, કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓ રહે છે. જો તમે પણ પેટમાં ગેસ થવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને પેટ સાફ ન રહેતું હોય, તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘરેલું ઉપાય તમારા માટે ઉપયોગી થઈ શકે છે.
આપણ વાંચો: ગાંધીનગરમાં આગને બુઝાવવા સમયે ગેસ સિલિન્ડરમા બ્લાસ્ટ; ફાયર કર્મચારીઓ દાઝ્યા
પેટ સાફ રાખવાના અસરકારક ઉકેલો
દહીં, અજમા અને કાળું મીઠું, તમારા રસોડામાં મળતી ત્રણેય વસ્તુઓ ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ, પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. દહીંમાં પ્રોબાયોટિક્સ અને અજમાની અંદર થાઇમોલ જોવા મળે છે.
આ બંને પેટની સમસ્યાઓમાં રાહત આપવામાં મદદ કરે છે. જ્યારે કાળું મીઠું ગેસની સમસ્યામાં રાહત આપવામાં મદદ કરે છે. દહીંમાં અજમા અને કાળા મીઠું ભેળવીને ખાવાથી ગેસ અને અપચો જેવી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.
આપણ વાંચો: Health Tips: હોળી-ધૂળેટીમાં ખાધાએ ભાવતા ભોજનીયા અને હવે થઈ છે પેટમાં ગડબડ, તો આ રહ્યા ઉપાયો
કઈ રીતે સેવન કરશો?
એક વાટકી દહીં
એક ચમચી અજમા
એક પ્રમાણે કાળું મીઠું
એક વાટકી દહીં લો, તેમાં કાળું મીઠું અને થોડા શેકેલા અજમા ઉમેરો અને તેનું સેવન કરો. તમે તેને જમ્યા પછી અથવા સવારે ખાલી પેટે ખાઈ શકો છો.
નોંધ: અહી આપવામાં આવેલી ટિપ્સ ફક્ત એક સૂચન છે, અપનાવતા પૂર્વે તબીબી સલાહ અવશ્ય લેવી.