Nita Ambaniની હાજરીમાં આ કોણે લૂંટી લાઈમલાઈટ?
અંબાણી પરિવાર (Ambani Family)ની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં કરવામાં આવે છે. અંબાણી પરિવારનો દરેક સદસ્ય લાઈમલાઈટમાં રહેતો હોય છે અને આવું જ કંઈક હાલમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પણ જોવા મળ્યું હતું. આ કાર્યક્રમમાં નીતા અંબાણી તેમની દીકરી ઈશા અંબાણી અને જમાઈ આનંદ પિરામલ હાજરી આપી હતી અને દર વખતની જેમ નીતા અંબાણીએ પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટથી લાઈમલાઈટ લૂંટી લીધી હતી તો જમાઈ આનંદે પણ સ્ટાઈલમાં સાસુને ટક્કર આપી હતી. આવો જોઈએ એવું તે શું કર્યું નીતા અંબાણી અને આનંદ પિરામલે…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં આખો અંબાણી પરિવાર પેપ્ઝને પોઝ આપતો જોવા મળી રહ્યો છે, પરંતુ લોકોની નજર તો નીતા અંબાણી પર ટકી ગઈ હતી. નીતા અંબાણીએ મેક્સી ગાઉન કેરી કર્યો હતો. લોન્ગ ચોકલેટી ગાઉનમાં નીતા અંબાણી ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા. નીતા અંબાણીનો આ લૂક ખૂબ જ મિનીમલ અને ક્લાસી હતો.
નીતા અંબાણીએ હર હંમેશની જેમ પોતાના લૂકથી લાઈમલાઈટ ચોરી લીધી હતી તો દીકરી ઈશાએ પણ મમ્મીને ટક્કર આપવામાં કોઈ કમી બાકી રાખી નહોતી. ઈશાએ આ સમયે ગોલ્ડન કો-ઓર્ડ સેટ પહેર્યો હતો અને તે ખૂબ જ યુનિક લાગી રહ્યો હતો. પરંતુ આ બધામાં જમાઈ આનંદે જાણે સાસુ નીતાને ટક્કર આપવાનું નક્કી કર્યું હોય એમ તેમણે પોતાના લૂકથી લોકોનું ધ્યાન પોતાની તર ખેંચ્યું હતું.
આનંદે આ સમયે ફોરેસ્ટ થીમવાળું શર્ટ પહેર્યું હતું જે આ વાઈલ્ડ લાઈફ ઈવેન્ટ માટે એકદમ પરફેક્ટ સાબિત થઈ હતી. સામાન્યપણે આવા શર્ટ્સ અનંત અંબાણી પહેરતો હોય છે. વાત કરીએ મુકેશ અંબાણીની તો મુકેશ અંબાણી દર વખતની જેમ જ આ વખતે પણ સિમ્પલ ફોર્મલ લૂકમાં જોવા મળ્યા હતા.
નીતા અંબાણીએ આ પ્રસંગે લોકોને સંબોધિત કરતાં કહ્યું એક વર્ષ થઈ ગયું આ સેન્ટર અને આ વર્ષ કેવું રહ્યું? એવું લાગે છે કે જાણે હજી અમે ગઈકાલે જ આનું ઉદ્ઘાટન કર્યું હોય. આ યાદો હજી પણ એટલી જ તચાજી છે. મને યાદ થછે હું અહીંયા મંચની પાછળ ઊભી હચી અને પહેલી પ્રતિક્રિયાની રાહ જોઈ રહી હચી. તમે બધા અમારા વ્હાલા દર્શકોની જોરદાર પ્રતિક્રિયા અને તાળીઓનો ગડગડાટ મારા દિલમાં હંમેશા એક યાદની જેમ તાજી રહેશે….