ભારતમાં સોનાનો સૌથી મોટો ભંડાર કયા રાજ્યમાં છે? ગુજરાત, દિલ્હીનું નથી નામ…
સ્પેશિયલ ફિચર્સ

ભારતમાં સોનાનો સૌથી મોટો ભંડાર કયા રાજ્યમાં છે? ગુજરાત, દિલ્હીનું નથી નામ…

ભારતમાં સોનું રોકાણની સાથે આપણા વારસાનો પણ એક મહત્ત્વનો હિસ્સો માનવામાં આવે છે. દેશભરમાં અલગ અલગ રાજ્યો પાસે સોનાનો અલગ અલગ ભંડાર એટલે કે ગોલ્ડ રિઝર્વ છે. પરંતુ શું તમને ખબર છે કે સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ કયા રાજ્યમાં છે? તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાત કે દિલ્હી નહીં પણ દેશના કયા રાજ્યમાં છે? ગોલ્ડ રિઝર્વના મામલા ટોપ પર રહેલાં રાજ્યનું નામ જાણીને તમારી આંખો પણ પહોળી થઈ જશે. ચાલો તમને જણાવીએ આ રાજ્ય વિશે…

ભારત એક એવો દેશ છે કે જ્યાં સોનાને માત્ર આભુષણ તરીકે નહીં પણ એક રોકાણ તરીકે પણ જોવામાં આવે છે. દરેક પરિવારમાં મહિલાઓ પાસે સોનાના દાગિના સ્ત્રીધન તરીકે હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશના કેટલાક રાજ્યો પાસે જમીનની નીચે સોનાનો ભંડાર છુપાયેલો છે? જી હા, ભારતમાં સોનાના ભંડારની વાત કરીએ કેટલાક રાજ્ય પાસે રહેલાં ભંડારનો આંકડો સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો.

એક રિપોર્ટમાં ભારતમાં 10 રાજ્યમાં સોનાનો સૌથી મોટો ભંડાર આવેલા છે અને પહેલાં નંબરે રહેલાં રાજ્યનું નામ સાંભળીને તમે ચોંકી ઉઠશો, પણ એ માટે તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે. આપણે અહીં પહેલાં વાત કરીશું સાતમા નંબરે રહેલાં રાજ્ય વિશે. 10.08 મિલિયન ટન સોનાના સાથે ઝારખંડ આ લિસ્ટમાં સાતમા સ્થાને છે. કુંદરકોચા સહિતના વિસ્તારો આ રાજ્યના સોનાની તાકાત દેખાડે છે.

છઠ્ઠા નંબરે 12 મિલિયન ટન સાથે પશ્ચિમ બંગાળ, પાંચમા સ્થાને ઉત્તર પ્રદેશ છે જેની પાસે 13 મિલિયન ટન સોનાનો ખજાનો છે. 15 મિલિયન ટન સાથે સોના આંધ્રપ્રદેશ ચોથા નંબર પર આવે છે. અહીંયા રાયલ સીમા ક્ષેત્રની રામગિરી ગોલ્ડ ફિલ્ડ્સ અહીંની ખાસિયત છે. ત્રીજા સ્થાને આવતા રાજ્યની વાત કરીએ તો 103 મિલિયન ટન સોના સાથે કર્ણાટકનો નંબર આવે છે.

ગોલ્ડ રિઝર્વની બાબતમાં બીજા સ્થાને આવતા રાજ્ય તરીકે રાજસ્થાનનું નામ છે. રાજસ્થાન પાસે 125.9 મિલિયન ટન ગોલ્ડ રિઝર્વ છે. આ યાદીમાં સૌથી પહેલાં નંબરે આવે છે બિહાર. બિહાર પાસે ભારતનું સૌથી મોટું સોનાનો ભંડાર આવેલો છે. બિહારમાં 222.8 મિલિયન ટન સોનાનો ભંડાર આવેલો છે.

આંકડાઓ જોતા એક વાત તો સ્પષ્ટ થાય છે કે આવનારા સમયમાં બિહાર સોનાનું મોટું કેન્દ્ર બની શકે છે અને અહીં માઈનિંગ શરૂ થતાં આર્થિક વિકાસને એક નવી ઉડાન મળશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button