સ્પેશિયલ ફિચર્સસ્પોર્ટસ

દાદાની તેરમી પર ક્રિકેટ રમવાનું લીધું પ્રણ, કિટ માટે માતાએ વેચ્યા દાગીના, ધોનીની જેમ છે ડિપેન્ડેબલ

જાણો ભવિષ્યના આ ક્રિકેટ સ્ટારને

વર્ષ 2014ની વાત છે. એક 13 વર્ષનો છોકરો આગ્રાથી એકલો ટ્રેનમાં ચઢે છે. તેને નોઈડા જવું હતું. ક્રિકેટ એકેડમીમાં જોડાવા માટે… તે દિલ્હીમાં ઉતરે છે અને ત્યાંથી નોઈડા પહોંચે છે. .

રસ્તામાં, તે નોઈડાથી તેના મિત્રને ફોન કરે છે… જેણે તેને નોઈડામાં ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી… પરંતુ તે ફોન ઉપાડતો નથી. અનેક ફોન કરે છે, પરંતુ કોઈ ઉપાડતું નથી.

છોકરો જેમ તેમ કરીને નોઈડાની ફૂલચંદ ક્રિકેટ એકેડમીમાં પહોંચે છે… ફૂલચંદ તેને જુએ છે અને કંઈક અસાધારણ અનુભવે છે… તે પૂછે છે કે શું તેની સાથે કોઈ આવ્યું છે… છોકરો ના પાડે છે. ફૂલચંદને લાગે છે કે છોકરો કદાચ તેના ઘરેથી ભાગી ગયો હશે.

ફૂલચંદ તેની પાસેથી પિતાનો નંબર લે છે અને તેને ફોન કરે છે… પિતા કહે છે કે તેના પિતા એટલે કે છોકરાના દાદાનું અવસાન થયું હતું… આજે તેરમી છે. એટલે તેઓ સાથે આવી શક્યા નથી… પણ તેમનો દીકરો એકલો જ આવ્યો છે અને તેને ક્રિકેટ એકેડમીમાં પ્રવેશ આપવો જોઈએ.

ફૂલચંદે છોકરાને દાખલ કર્યો અને તેના રહેવા અને ખાવાની વ્યવસ્થા કરી.
છોકરાના પિતા ભારતીય સેનામાં હવાલદાર હતા.1999ના કારગિલ યુદ્ધમાં પણ તેમણે ફાળો આપ્યો હતો. 2008માં વહેલી નિવૃત્તિ લઈ લીધી હતી. તે સમયે પેન્શન પણ બહુ વધારે નહોતું…નોકરી કરવી પડતી હતી. આમતેમ ક્યાંક નાનુ મોટુ છૂટક કામ મળી જતું અને ગુજરાત થતું હતું. પિતાની દીકરો ક્રિકેટમાં જાય તેવી બિલ્કુલ ઇચ્છા નહોતી. ભણી ગણીને સારી નોકરી, કામધંધો કરે અને ઘર સંભાળી લે એવી પિતાની ઇચ્છા હતી. પણ દીકરાના સપના પૂરા કરવા માતાએ તૈયારી બતાવી.

માતાએ ક્રિકેટ કિટ ખરીદવા માટે પોતાના ઘરેણાં વેચ્યા હતા… આવી સ્થિતિમાં છોકરા પર ઘણી જવાબદારી હતી… તેના અને તેના પરિવારના સપના પૂરા કરવાની.

છોકરો રમ્યો… અને સખત રમ્યો… તમામ વય જૂથોમાં રમ્યો… પછી અંડર-19 ટીમનો વાઇસ કેપ્ટન પણ બન્યો… અને ભારત અંડર-19 વર્લ્ડ કપમાં રનર-અપ બન્યું.

ત્યાર બાદ તેની પસંદગી રાજસ્થાન રોયલ્સમાં થઈ હતી.. અને પછી તે ભારતીય ટીમમાં પસંદગી પામ્યો.
ઇગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં જ્યારે ટીમની હાલત ખરાબ હતી…આ છોકરાએ જબરદસ્ત 90 રન બનાવ્યા…અને જ્યારે તેણે તેના પચાસ રન પૂરા કર્યા ત્યારે તેણે સલામ કરીને ઉજવણી કરી…આ સલામ કોઈને કોઈ રીતે દરેક ભારતીયને સ્પર્શી ગઈ… તે ધોનીની જેમ મિસ્ટર ડિપેન્ડેબલ છે.


આ છોકરાનું નામ ધ્રુવ જુરેલ છે…અને તે ભવિષ્યનો ક્રિકેટ સ્ટાર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button