Awesome Augustમાં બનશે આ ખાસ યોગ, બદલાશે આ રાશિના જાતકોનું ભાગ્ય, જોઈ લો…
જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ 2024નું વર્ષ ખૂબ જ મહત્ત્વનું છે એવી આગાહી જ્યોતિષીઓએ આ વર્ષના શરૂઆતમાં જ કરી દીધી હતી. જુન, જુલાઈમાં અનેક મોટા ગ્રહોની ઉથલપાથલ બાદ હવે ઓગસ્ટ મહિનામાં પણ ગ્રહોની આવી જ મોટી ઉથલપાથલ જોવા મળશે. આ મહિનામાં અમુક મહત્ત્વના ગ્રહો પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે જેમાં સૂર્ય, બુધ, શુક્ર અને મંગળ જેવા ગ્રહોનો સમાવેશ થાય છે. આ તમામ ગ્રહોના ગોચરથી ત્રિગ્રહી યોગ, બુધાદિત્ય યોગ અને સમસપ્તક રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે જેને કારણે અમુક રાશિના જાતકોનું સુતેલું ભાગ્ય જાગી ઉઠશે.
મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષીના જણાવ્યા અનુસાર 16મી ઓગસ્ટના સૂર્ય સિંહ રાશિમાં ગોચર કરશે. સૂર્યના આ ગોચરથી સિંહ રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રની યુતિ થશે અને ત્રિગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગ 16મી ઓગસ્ટથી 22મી ઓગસ્ટ સુધી રહેશે. 25મી ઓગસ્ટના શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે જ્યાં તે 25 દિવસ સુધી બિરાજમાન રહેશે. જ્યારે ગ્રહોના રાજકુમાર બુધ પાંચમી ઓગસ્ટના સિંહ રાશિમાં વક્રી થશે અને 29મી ઓગસ્ટ સુધી તે ત્યાં જ રહેશે. આખરે 26મી ઓગસ્ટના દિવસે મંગળ મિથુન રાશિમાં ગોચર કરશે. આટલા ગ્રહો એક જ મહિનામાં ગોચર કરી રહ્યા હોવાને કારણે અનેક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ રાશિઓ-
મેષ રાશિના જાતકોને સંતાન તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થઈ રહી છે. રોકાણ કરવાથી સારો એવો ફાયદો થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોને સારી નોકરી મળી શકે છે. તમામ કાર્યમાં સફળતા મળી રહી છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આવકના નવા નવા સ્રોત ખૂલી રહ્યા છે.
સિંહ રાશિના જાતકો માટે પણ ત્રિગ્રહી યોગ ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. આર્થિક મોર્ચે લાભ જ લાભ થઈ રહ્યો છે. આ સમયગાળામાં ભાગ્યનો સાથ મળી રહ્યો છે. આવકના નવા નવા સ્રોત ખૂલી રહ્યા છે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થઈ શકે છે.
મકર રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન વગેરે મળી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી તમામ ઈચ્છાઓ પૂરી થઈ રહી છે. નવી વાહન કે પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે. બિઝનેસમાં ફાયદો થઈ રહ્યો છે. પૈતૃક સંપત્તિને લઈને પણ કોઈ સારા સમાચાર મળી શકે છે.
કન્યા રાશિના જાતકોને સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આવકના નવા નવા સ્રોત ખૂલી રહ્યા છે. નોકરી કરી રહેલાં લોકોને નવી જવાબદારી સોંપવામાં આવશે. બિઝનેસમાં નફો થઈ રહ્યો છે. કોઈ જગ્યાએ અટવાઈ પડેલાં પૈસા પાછા મળી શકે છે. કોઈ હરીફાઈની તૈયારી કરી રહેલાં વિદ્યાર્થીઓને સફળતા મળી રહી છે.