દિવાળી પર મહિલા બોસે એવી ગિફ્ટ આપી કે…. વીડિયો જુઓ
દિવાળીનું અઠવાડિયું ચાલી રહ્યું છે, આવી સ્થિતિમાં તમામ કંપનીઓ પોતાના કર્મચારીઓને દિવાળીની ભેટ આપી રહી છે. બોસ કર્મચારીઓની મહેનતની કદર કરીને તેમને નાની મોટી ભેટો આપતા હોય છે.
દિવાળી દરમિયાન ઑફિસોમાં પણ ઉજવણીનું વાતાવરણ હોય છે. લોકો સજીધજીને, આનંદમાં ઑફિસ આવે છે, બોસને,કલિગ્સને અને અન્ય બધાને દિવાળીની શુભકામના આપે છે, મોઢું પણ મીઠું કરાવે છે.
હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક કંપનીની લેડી બોસે તેની મહિલા કર્મચારીઓને કંઇક એવી ગીફ્ટ આપી હતી કે ખુશીથી તેમની આંખો પહોળી થઇ ગઇ હતી અને કેટલાકની આંખમાં તો ખુશીના આંસુ પણ આવી ગયા હતા.
મહિલા બોસે તેના તમામ કર્મચારીઓને દિવાળી સરપ્રાઈઝ આપવા માટે ઓફિસની ટેરેસ પર પાર્ટીનું આયોજન કર્યું હતું. અહીં તેમણે તમામ મહિલા કર્મચારીઓને સાથે ઊભા રહેવા અનુરોધ કર્યો હતો. મહિલા બોસે તેમની તમામ મહિલા કર્મચારીઓને એક લાઇનમાં ઉભા રહેવા અને આંખો બંધ કરવા કહ્યું હતું. તરત જ તમામ મહિલા કર્મચારીઓએ તેમની આંખો બંધ કરી હતી. ત્યાર બાદ બધાને તેમના હાથ આગળ કરવા માટે કહેવામાં આવ્યું હતું. મહિલા બોસે જણાવ્યું હતું કે, ‘બધા તેમની આંખો બંધ કરે અને કોઇ છેતરે નહીં.’ મહિલા કર્મચારીઓને કંઇ સમજમાં નહોતું આવ્યું અને તેમણે સવાલ કર્યો હતો કે, ‘હાથ આગળ શું કામ રાખીએ?’ ત્યારે મહિલા બોસ કહે છે કે, ,હું તમારા હાથમાં નહીં તો ભેટ કેવી રીતે આપીશ., ત્યાર બાદ બધી મહિલા કર્મચારીઓ આંખ બંધ કરે છે અને હાથ આગળ કરે છે.
ત્યાર બાદ મહિલા બોસે બધાના હાથમાં ગિફ્ટ મૂકવાનું શરૂ કર્યું હતું. બધાના હાથમાં ગિફ્ટ આપી દીધા બાદ તેમને આંખ ખોલવા જણાવવામાં આવ્યું હતું. હાથમાં ખુલ્લુ બોક્સ જોઇને તમામ મહિલા કર્મચારીઓની આંખ આશ્ચર્યથી પહોળી થઇ ગઇ હતી. બૉક્સમાં ડાયમંડ પેન્ડન્ટ અને ચેન હતી. બોસે બધી મહિલા કર્મચારીઓને ડાયમંડ પેન્ડન્ટ અને ચેન ભેટમાં આપી હતી. તમામ મહિલા કર્મચારીઓ ઘણી ખુશ થઇ ગઇ હતી અને કેટલીક મહિલાઓ તો આવીને લેડી બોસને વળગી પણ પડી હતી.
આ વીડિયો @Gulzar_sahab દ્વારા X પર શેર કરવામાં આવ્યો છે અને તેને લાખઓ લોકોએ જોયો છએ અને તેના પર વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોએ રમૂજપૂર્વક પૂછ્યું છે કે, ,શું કંપની પાસે કોઈ નોકરીની તક છે!, કેટલાક યુઝર્સે તો વાઈરલ વિડિયો પાછળ કઈ કંપનીનો હાથ હોઈ શકે તે અંગે અનુમાન પણ લગાવ્યું છે. તો વળી કેટલાક લોકોએ કોર્પોરેટ કલ્ચર અને કર્મચારીઓની પ્રશંસાને વખાણી છે.