Janmashtmi પર બનશે આ ખાસ સંયોગ, સોનાની જેમ ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય…
દર વર્ષે ભાદ્રપદના કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે જન્માષ્ટમી (Janmashtmi)નો તહેવાર ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ અષ્ટમીના તિથિ પર મધરાતે થયો હતો. જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર આ વર્ષે જન્માષ્ટમી 26મી ઓગસ્ટ, સોમવારે ઊજવવામાં આવશે. જ્યારે વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં 17મી ઓગસ્ટના મનાવવામાં આવશે.
જન્માષ્ટમીનો દિવસ તો આમ પણ ખાસ જ હોય છે, પરંતુ આ વર્ષનો દિવસ ખૂબ જ ખાસ બનવા જઈ રહી છે, કારણ કે આ વર્ષે જન્માષ્ટમી પર ખૂબ જ ખાસ દુર્લભ સંયોગ બની રહ્યા છે, જેને કારણે અમુક રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકી ઉઠશે. આવો જોઈએ શું છે આ દુર્લભ સંયોગ અને કઈ રાશિના જાતકો પર તેની અસર જોવા મળશે-
જન્માષ્ટમીના દિવસે ચંદ્રમા વૃષભ રાશિમાં બિરાજમાન રહેશે. એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો ત્યારે પણ આવા જ યોગ બન્યા હતા. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ સાથે સાથે શશ રાજયોગ અને ગુરુ તેમ જ ચંદ્રની યુતિને ગજકેસરી યોગ પણ બની રહ્યો છે. આવો જોઈએ આ યોગની કઈ કઈ રાશિના જાતકો પર અસર જોવા મળશે.
જન્માષ્ટમી પર બની રહેલાં આયોગને કારણે મેષ રાશિના જાતકોને ધનલાભ થઈ રહ્યો છે. ભાગ્યનો સાથ મળી રહ્યો છે. મેષ રાશિના જાતકોના અટકી પહેલાં કામ પણ પૂરા થઈ રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી આ રાશિના જાતકોને લક્ષ્યની પ્રાપ્તિ થઈ રહી છે. આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે.
વૃષભ રાશિના જાતકો માટે પણ આ વખતની જન્માષ્ટમી ખૂબ જ લાભદાયી સાબિત થવાની છે. કામના સ્થળે સહકર્મચારીઓનો સાથ-સહકાર મળી રહ્યો છે. દરેક કામમાં સફળતા મળી રહી છે. નોકરીમાં લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને જન્માષ્ટમીના દિવસે બની રહેલાં યોગને કારણે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે.
આ પણ વાંચો : આગામી બે દિવસ સુધી રાજા જેવું જીવન જીવશે આ રાશિના લોકો….
સિંહ રાશિના જાતકો માટે પણ આ જન્માષ્ટમી ખુશીઓ અને સફળતા લઈને આવી રહ્યો છે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. કોઈ નવું કામ શરૂ કરવા માટે આ એકદમ અનુકૂળ સમય છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ લઈને આવી રહ્યો છે.
કુંભ રાશિના રાશિના જાતકો માટે પણ આ જન્માષ્ટમી ખૂબ જ શુકનિયાળ સાબિત થવા જઈ રહી છે. કુંભ રાશિના જાતકો પર આ સમયગાળા દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ અસર જોવા મળશે. જીવનમાં ખુશહાલી આવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમયગાળો ખૂબ જ સારો રહેશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે.