સ્પેશિયલ ફિચર્સ

WhatsApp Callની મદદથી કોઈ તમારું લોકેશન ટ્રેસ કરે છે? આ નાનકડી સેટિંગ ઓન કરીને થઈ જાવ સેફ…

WhatsApp સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી એક છે અને હવે આ WhatsApp દ્વારા એક નવું ફિચર પ્રોટેક્ટ આઈપી એડ્રેસ ઈન કોલ લોન્ચ કરવામાં આવ્યું છે, પણ આ ફિચર આવ્યા પછી કોઈ તમારા લોકેશનને ટ્રેક નહીં કરી શકે.

અત્યાર સુધી આઈપી એડ્રેસ દ્વારા કોલ કરનારનું લોકેશનને ટ્રેક કરી શકાતું હતું. પરંતુ હવે કોલિંગ દરમિયાન લોકેશન કે કોલની માહિતી નહીં મળી શકે. આ એક એકસ્ટ્રા એડવાન્સ સિક્યોરિટી ફિચર છે અને તે મેસેજિંગ અથવા કોલ રિસીવ કરતી વખતે ઓટોમેટિકલી એક્ટિવ થઈ જાય છે. ટૂંક સમયમાં જ આ નવું ફિચર યુઝર માટે ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે, જેની મદદથી યુઝર્સ તેના આઈપી એડ્રેસને હાઈડ કરી શકશે.

નિષ્ણાતોની વાત કરીએ તો નવા ફિચર કોલિંગ દરમિયાન આઈપી એડ્રેસને પ્રોટેક્ટ કરે છે. બસ એના માટે તમારે તમારા ફોનમાં નાનકડી સેટિંગ ઓન કરવી પડશે. અન્ય કોલિંગ ફિચરની જેમ વોટ્સએપ દ્વારા પેર ટુ પેર કનેક્ટિવિટી ઓફર કરવામાં આવે છે, જેને કારણે એટલે કોલ કરનાર બંને પાર્ટીઓ એક બીજાના આઈપી એડ્રેસની માહિતી મેળવી શકતી હતી. પરંતુ હવે આ નવા ફિચરની મદદથી તમે તમારું આઈપી એડ્રસ બ્લોક કરી શકશો એટલે કોઈ તમને ટ્રેસ નહીં કરી શકે. આ માટે તમારે કેટલાક સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવા પડશે-

આ રીતે કરી શકશો આઈપી એડ્રેસ બ્લોક

આ માટે સૌથી પહેલાં તો તમારે વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવું પડશે.

હવે વોટ્સએપની સેટિંગ મેનુમાં જઈને પ્રાઈવસીના ઓપ્શન પર ક્લિક કરો.

પેજને સ્ક્રોલ ડાઉન કરીને એડવાન્સના ઓપ્શન પર ક્લિક કરો.

હવે તમારી સામે પ્રોટેક્ટ IP એડ્રેસનું ઓપ્શન સામે દેખાશે અને એમાં જઈને ઈનેબલને ક્લિક કરશો એટલે કોઈ પણ તમારું આઈપી એડ્રેસ નહીં ટ્રેસ કરી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button