શુક્રવારે કરજો આ 3 ઉપાય, માતા લક્ષ્મી પાછા અપાવશે ઉધાર કે રોકાણમાં અટકેલા રૂપિયા | મુંબઈ સમાચાર

શુક્રવારે કરજો આ 3 ઉપાય, માતા લક્ષ્મી પાછા અપાવશે ઉધાર કે રોકાણમાં અટકેલા રૂપિયા

Remedy to get money back: દેવું, ઉધાર અથવા રોકાણ જીવનના આર્થિક પાસાઓનો મહત્ત્વનો ભાગ છે. પરંતુ ઘણીવાર ઉધાર અથવા રોકાણ કરેલા પૈસા પાછા આવતા નથી.

પૈસા પાછા ન આવવાના કારણે ધનની હાનિ અને માનસિક તણાવ વધે છે. ધાર્મિક શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો જણાવાયા છે, જેને અજમાવીને ઉધાર આપેલા કે રોકાણમાં અટકેલા પૈસા પાછા લાવવામાં મદદ મળી શકે છે.

આપણ વાંચો: …અને મા લક્ષ્મી થયા નારાજ, જગન્નાથ પૂરીના ખજાના થયા ખાલી, જાણો શું છે આખી સ્ટોરી…

શુક્રવારે કરવા પડશે 3 ઉપાય

માતા લક્ષ્મીની પૂજા માટે શુક્રવારને સારો દિવસ માનવામાં આવે છે. તેથી પૈસા પાછા મેળવવાનો ઉપાય જો શુક્રવારે કરવામાં આવે તો વધારે સારું પરિણામ મળી શકે છે. ઘણી મહિલાઓ શુક્રવારના દિવસે વૈભવ લક્ષ્મી માતાનું વ્રત કરતી હોય છે. વૈભવ લક્ષ્મી માતાના વ્રતની પૂજા કર્યા બાદ પાંચ પીળી કોડીઓ માતા લક્ષ્મીને અર્પણ કરો.

ત્યારબાદ અટકેલા નાણાને પાછા મેળવવા માટે માતાને પ્રાર્થના કરો. ત્યારબાદ માતાના ચરણોમાં રાખેલી કોડીઓને પીળા કપડાંમાં વીટીને ઘરની તિજોરી અથવા પૈસા મૂકવાની જગ્યાએ રાખી દો.

આપણ વાંચો: મોર્નિંગ મ્યૂસિંગ : મધર્સ-ડે પહેલાંની માતા: ભારત માતા કી જય!

મંત્રોચ્ચારથી થશે મા લક્ષ્મીની કૃપા

સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજે ઘીનો દીવો પ્રગટાવો. આ તે જગ્યા છે, જ્યાંથી માતા લક્ષ્મી ઘરમાં વાસ કરવા માટે આવે છે. આ સિવાય એક દીવો ઘરની ઉત્તર દીશામાં અને એક દીવો ઘરના આંગણે તુલસીના ક્યારા પાસે પણ પ્રગટાવવો જોઈએ. આ ઉપાયથી તમારા જીવનમાં ચાલી રહેલી નાણાકીય સમસ્યાઓ સમાપ્ત થઈ જશે.

ઓમ હ્રીં કૃષ્ણાય નમ: નામનો જાપ કરવાથી અટકેલા નાણા પાછા મળી જાય છે. આ દિવ્ય મંત્રનો જાપ કરતા પહેલા સ્થાન કરો અને તાંબાના લોટામાં પાણી ભરી તેમાં લાલ રંગનું ફૂલ ઉમરી તેનું સૂર્વદેવને અર્ધ્ય અવશ્ય અર્પણ કરવું જોઈએ.

આમ, સાચી શ્રદ્ધા સાથે આ ત્રણ ઉપાયો કરવાની સાથોસાથ માતા લક્ષ્મીને પ્રાર્થના કરવી જોઈએ. જેથી માતા લક્ષ્મીના આશીર્વાદના ફળસ્વરૂપે અટકેલા પૈસા પાછા મળી શકે.

(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલ માહિતી પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button