શું ટેન્ક ટોપ પહેરવાથી સોશિયલ મીડિયા પર વ્યૂઝ વધે? ઇન્ફ્લુએન્સર ઝારા ડારનો અનોખો પ્રયોગ

Social Media Tank-Top effect: આજે સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર વધી રહ્યા છે. ઘણા ઇન્ફ્લુએન્સર સોશિયલ મીડિયા પર અવનવા પ્રયોગો પણ કરતા હોય છે. ઝારા ડાર પણ આવી જ એક ઇન્ફ્લુએન્સર છે. હાલ પોતાના એક પ્રયોગને લઈને તે ચર્ચામાં આવી છે. આ પ્રયોગથી ઝારા ડારે સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ્સ પર પ્રકાશ પાડ્યો છે.
ઝારા ડારનો ‘ટેન્ક-ટોપ ઇફેક્ટ’નો પ્રયોગ
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝારા ડાર એક પીએચડી ડ્રોપઆઉટ છે. તે ઇન્ડિપેન્ડટ રિસર્ચર અને કન્ટેન્ટ ક્રિએટર તરીકે કામ કરી રહી છે. તેણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર કરેલા પ્રયોગ વિશે જણાવ્યું કે, “” મેં ટેન્ક-ટોપ ઇફેક્ટ”નું પરીક્ષણ કર્યું. જેમાં બે વાર એક સરખો શોર્ટ વીડિઓ બનાવ્યો. પરંતુ એક વીડિયોમાં સામાન્ય ટોપ પહેર્યું, જ્યારે બીજા વીડિયોમાં ટેન્ક ટોપ પહેર્યું હતું.
બંને વીડિયોના સોશિયલ મીડિયા વ્યુઝના પરિણામો ચોંકાવનારા હતા. ઝારા ડારે જોયું કે, તેના ટેન્ક ટોપવાળા વીડિયોમાં ઇન્સ્ટાગ્રામ પર 28% સુધી વ્યુઝ વધ્યા, X પર તેના વ્યુઝની સંખ્યા બમણી થઈ અને YouTube પર તેના વ્યુઝ ઘટી ગયા હતા. આમ તેને જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જુદુ જુદુ પરિણામ મળ્યું હતું.

દરેક અલ્ગોરિધમના પોતાના નિયમ
ઝારા ડારે જણાવ્યું કે, વિવિધ પ્લેટફોર્મ પરના આ અલગ-અલગ પરિણામો દર્શાવે છે કે દરેક અલ્ગોરિધમના પોતાના અનન્ય નિયમો છે. કેટલાક પ્લેટફોર્મ ચોક્કસ પ્રકારની વિઝ્યુઅલ સામગ્રીને પ્રાધાન્ય આપે છે, જ્યારે અન્ય તેને નકારી કાઢે છે. આના પરથી સાબિત થાય છે કે ઓનલાઈન સફળતા માટે કોઈ એક જ વ્યૂહરચના કામ કરતી નથી. આ પ્રયોગ સોશિયલ મીડિયાના જટિલ વિશ્વમાં સામગ્રી નિર્માતાઓને આવતા પડકારોને સ્પષ્ટપણે દર્શાવે છે.