મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Train ના દરવાજા પર લટકીને Reel બનાવી રહી હતી યુવતી અને પછી થયું કંઈક એવું કે…

આજકાલ લોકો પર સોશિયલ મીડિયાનો ખુમાર છવાયેલો રહે છે. રીલ્સ બનાવીને વાઈરલ થવાનો ચસ્કો એટલો બધો વધી ગયો છે કે લોકો કોઈ પણ હદ વટાવી જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક યુવતી ટ્રેનની બહાર લટકીને વીડિયો બનાવી રહી હતી અને પછી કંઈક એવું થાય છે કે જે જોઈને લોકોના હોંશ ઉડી ગયા હતા. ચાલો જોઈએ શું આખરે એવું તે શું થયું પછી-

આ પણ વાંચો : જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુને માફી માંગી અલ્લુ અર્જુને, કહ્યું કે…

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે એક યુવતી ટ્રેનના દરવાજા પર લટકીને રીલ બનાવી રહી છે. આ સમયે જ કંઈક એવું થાય છે કે જેને કારણે યુવતી ટ્રેનમાંથી નીચે પડી જાય છે. આ જોઈને નેટિઝન્સ ચોંકી ઉઠ્યા હતા. પરંતુ જે આઈડી પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે એણે કેપ્શનમાં આ યુવતી સુરક્ષિત હોવાની માહિતી પણ આપી હતી.

વીડિયોમાં જોવા મળે છે કે એક સ્પીડમાં દોડી રહેલી ટ્રેનના દરવાજા પર યુવતી લટકીને હવાઓ સાથે વાતો કરતી હોય છે અને અચાનક જ ઝાડી ઝાંખરામાં યુવતી અટવાઈ જાય છે અને તે નીચે પડી જાય છે. યુવતીના નીચે પડતાં જ 11 સેકન્ડમાં આ રીલ પૂરી થઈ જાય છે. જોકે, વીડિયોની કેપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે યુવતીને ગંભીર ઈજા નથી પહોંચી, જોકે યુઝર્સ આ રીલ પર કમેન્ટ્સ કરી રહ્યા છે.

યુઝર્સ આ વીડિયો પર કમેન્ટ કરતાં લખી રહ્યા છે કે આ મુર્ખામી છે તો વળી કેટલાક લોકો ડાર્ક જોક મારતા એને મજા આવી કે નહીં એવું પણ પૂછી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે મને આશ્ચર્ય થાય છે કે યુવતીના બંને કાનની વચ્ચે શું છે? મગજ કે બીજું કંઈ?

આ પણ વાંચો : કેવો જોગાનુંજોગઃ રાજકપૂરની કારકિર્દીમાં જેમના ગીતોએ ચાર ચાંદ લગાવ્યા તેમની આજે ડેથ એનીવર્સરી

આ વીડિયોને અત્યાર સુધીમાં 16,000થી વધુ વ્યુઝ અને સેંકડો લાઈક્સ આવી ચૂક્યા છે અને લોકો આ રીલની સફળતા પર પણ કમેન્ટ કરી રહ્યા છે. તમે પણ આ વાઈરલ રીલ ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button