તો શું અંતરિક્ષમાં આવું દેખાય છે સૂર્યગ્રહણ…
આપણે સૌએ સૂર્યગ્રહણ જોયું જ છે આમ તો આ ખગોળીય ઘટના એક દિવસ પહેલા બની હતી. જેને પશ્ચિમ આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એટલાન્ટિકા અને એન્ટાર્કટિકામાં લાખો લોકોએ આ દ્રશ્ય જોયું. સૂર્યગ્રહણ રાત્રે હોવાથી ભારતમાં તે દેખાતું ન હતું. પરંતુ આ દ્રશ્ય આપણે પૃથ્વી પરથી ઘણી વખત જોયું છે. એક ઘેરો પડછાયો આવીને સૂર્યને ઢાંકી દે છે અને સૂર્યનો પ્રકાશ ઓછો થવા લાગે છે. આ દરમિયાન સૂર્ય અગ્નિની વીંટી જેવો દેખાયો હતો. જ્યારે ગ્રહણ તેના છેલ્લા પેઇન્ટપર હોય છે, ત્યારે ચંદ્રનો પડછાયો સૂર્યને એવી રીતે ઢાંકે છે કે તેનો બાહ્ય ભાગ રિંગ જેવો દેખાય છે. તેને રીંગ ઓફ ફાયર કહેવામાં આવે છે.
સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય એક સીધી રેખામાં આવે છે. ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે. સૂર્ય ઢંકાઈ જાય છે અને તેનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચી શકતો નથી. આ વખતે થયેલા સૂર્યગ્રહણની તસવીરો વાયરલ થઈ હતી, જેમાં સૂર્ય ‘રિંગ ઓફ ફાયર’ એટલે કે અગ્નિની વીંટી જેવો દેખાતો હતો. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ તેની યુટ્યુબ ચેનલ પર સૂર્યગ્રહણનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું. જેને લાખો લોકોએ નિહાળ્યો હતો. પરંતુ શું તમે ક્યારેય અવકાશમાંથી સૂર્યગ્રહણ જોયું છે? સોશિયલ મિડીયા પર એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જેમાં આ અદ્ભુત દ્રશ્ય જોવા મળી રહ્યું છે.
આ ફોટાને લાખો વખત લોકોએ જોયો છે. આ તસવીર સૌથી પહેલા જેસન એલ્સમ નામના વ્યક્તિએ શેર કરી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર હાજર અવકાશયાત્રીઓએ આ તસવીર કેપ્ચર કરી હતી. આમાં તમે તે અદ્ભુત ક્ષણ જોઈ શકો છો જ્યારે ચંદ્ર સીધો સૂર્યની સામેથી પસાર થાય છે અને પૃથ્વી પર આવતા તમામ કિરણોને અવરોધે છે. લાખો લોકોએ આ ફોટાને પસંદ કર્યો છે.
રોયલ ઓબ્ઝર્વેટરી ગ્રીનવિચના ખગોળશાસ્ત્રી ડો. એડવર્ડ બ્લુમરે સૂર્યગ્રહણ વિશે સમજાવ્યું છે કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. ક્યારેક થોડી નજીક તો ક્યારેક દૂર. આ ઉપરાંત પૃથ્વી પોતાની ધરી પર પણ ફરે છે. પૃથ્વીની આસપાસ ચંદ્રની ભ્રમણકક્ષા અંડાકાર અને સહેજ ઝોકવાળી છે. તેથી સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર માટે વાસ્તવમાં સંરેખિત થવું દુર્લભ છે. જ્યારે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય ત્યારે સંપૂર્ણ ગ્રહણ થાય છે.
ત્યારે જે ફોટો તમે જુઓ છે તે ડિવાઇન આર્ટ માટે બનાવવામાં આવ્યું હતું. તે સમયે એક ચિત્રકારે આ ફોટા દ્વારા બતાવ્યું હતું કે અવકાશમાંથી સૂર્યગ્રહણ કેવું લાગતું હશે. આ માત્ર એક કલ્પના છે અને વાસ્તવિક ચિત્ર નથી. પરંતુ વૈજ્ઞાનિકોએ ત્યારે કહ્યું હતું કે હા, તે બિલકુલ આના જેવું જ દેખાશે. ખાસ વાત એ છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર હાજર અવકાશયાત્રીઓ પણ તેને પકડી શક્યા નહિ.