આમચી મુંબઈનેશનલસ્પેશિયલ ફિચર્સ

…તો લોકો Septemberથી નહીં ખરીદી શકે સસ્તા ભાવે Gold? જાણો શું છે સરકારનો પ્લાન

જી હા, સોવેરિયન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરનારા લોકોને આ સમાચાર વાંચીને આંચકો લાગી શકે એમ છે. મળી રહેલી માહિતી પ્રમાણે ભારત સરકાર સોવેરિયન ગોલ્ડ બોન્ડ સ્કીમ બંધ કરવાની કે તેના હપ્તા ઘટાડવાની તૈયારીમાં છે. હાલમાં જ રજૂ કરવામાં આવેલા કેન્દ્રિય બજેટમાં સોના-ચાંદીની કસ્ટમ ડ્યૂટીમાં ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ આ નિર્ણય લેવાઈ શકે છે, એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

અહીંયા તમારી જાણ માટે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 30મી નવેમ્બર, 2015ના આ સ્કીમ શરૂ કરવામાં આવી હતી, જેમાં રોકાણકારોને બજાર કરતાં ઓછી કિંમતે સોનુ ખરીદવાની સુવિધા આપવામાં આવતી હતી. પરંતુ હવે એવું કહેવાઈ રહ્યું છે સરકાર આ યોજના બંધ કરવાની તૈયારીમાં છે, પરંતુ આ બાબતનો કોઈ પણ અંતિમ નિર્ણય સપ્ટેમ્બર, 2024માં લેવામાં આવશે.

થોડાક દિવસ પહેલાં જ સરકાર દ્વારા કેન્દ્રિય બજેટ-2024 રજૂ કરવામાં આવ્યું હતું અને આ બજેટમાં સોના પરની એક્સપોર્ટ ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી દેવામાં આવી છે. આ ઘટાડા બાદ સોનાની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને એને કારણે જ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરનારા લોકોને ઘણું નુકસાન થયું છે એવું કહેવાઈ રહ્યું છે. એટલું જ નહીં પણ સરકાર આ સ્કીમ બંધ પણ કરી શકે છે એવી ચર્ચા પણ ચાલી રહી છે.

આ પણ વાંચો: સસ્તું સોનું ખરીદવું છે? સોમવારથી સરકાર આપી રહી છે Golden Chance

અત્રે ઉલ્લેખનીય છે કે સોવરિયન ગોલ્ડ બોન્ડ સ્કીમ સામાજિક સુરક્ષા માપદંડને બદલે રોકાણના વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવી હતી. પરંતુ આ યોજનાને સરકારી ખાધને ભંડોળ પૂરું પાડવા માટેના સૌથી મોંઘા સાધન તરીકે જોવામાં આવે છે. હાલમાં સરકાર ગોલ્ડ બોન્ડ સ્કીમનો કોઈ વિકલ્પ શોધી રહી નથી.

વાત કરીએ સોવેરિયન ગોલ્ડ બોન્ડ સ્કીમ શું છે એના વિશે તો સોવરેન ગોલ્ડ બોન્ડ એક સરકારી બોન્ડ હોય છે, જેને RBI જારી કરે છે. એસજીબીને ડીમેટનાં રૂપમાં પરિવર્તિત કરાવી શકાય છે. આ બોન્ડ 1 ગ્રામ સોનાનો હોય છે. એટલે કે 1 ગ્રામ સોનાની જે કિંમત હોય છે તે બોન્ડની કિંમત હોય છે.

સોવરેન ગોલ્ડ બોન્ડની મદદથી તમે 24 કેરેટનાં 99.9% શુદ્ધ સોનામાં રોકાણ કરી શકો છો. ઓનલાઈન અપ્લાય કરવા પર અને ડિજિટલ પેમેંટ કરવા પર પ્રતિ ગ્રામ 50 રૂપિયાનો ડિસકાઉન્ટ મળે છે. કોઈપણ વ્યક્તિ એક ફાઈનેંશિયલ યરમાં ઓછામાં ઓછા 1 ગ્રામ અને વધુમાં વધુ 4 કિલો સોનામાં રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ… આટલી મોંઘી કુર્તી પહેરીને પપ્પાના ખોળામાં મસ્તી કરતી દેખાઈ Raha Kapoor… આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં?