ભારતમાં સાપ કરડવાથી સૌથી વધુ થાય છે મૃત્યુ, સર્પદંશ બાદ શું કરવું અને શું નહીં? | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

ભારતમાં સાપ કરડવાથી સૌથી વધુ થાય છે મૃત્યુ, સર્પદંશ બાદ શું કરવું અને શું નહીં?

દેશમાં ગ્રામીણ વિસ્તાર સહિત શહેરી વિસ્તારમાં પણ સાપ કરડવા ઘટનામાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો છે. સાપ કરડવું જીવલેણ પણ બની શકે, આપણી સમય સૂચકતા અને સુઝબુથી આવી ઘટનાનું જોખમ ઘટાડી શકાય છે. દેશમાં દર વર્ષે હજારો લોકો સાપ કરડવાથી પોતાનો જીવ ગુમાવે છે અથવા ગંભીર રીતે અપંગ બની જાય છે.

વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર, દર વર્ષે સમગ્ર વિશ્વમાં લગભગ 45 થી 54 લાખ લોકોને સાપ કરડે છે, જેમાંથી સૌથી વધુ મૃત્યુ ભારતમાં થાય છે. આ પ્રકારની ઘટના ગરીબ અને પછાત વર્ગને સૌથી વધુ અસર કરે છે.

નવેમ્બર 2024 માં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) એ સર્પદંશના કેસો અને મૃત્યુને ‘સૂચિત રોગ’ તરીકે જાહેર કર્યો છે. જેનો અર્થ એ થયો કે તમામ સરકારી અને ખાનગી આરોગ્ય કેન્દ્રો (મેડિકલ કોલેજો સહિત) ને સર્પદંશના દરેક શંકાસ્પદ કેસની જાણ કરવાની જરૂર પડશે. આ પગલાથી સાપના ડંખની સમસ્યાનો ચોક્કસ ડેટા એકત્ર કરવામાં મદદ કરશે, જે નિવારણ અને ઈલાજની રણનીતિ ઘડવામાં ઉપયોગી થશે.

આપણ વાંચો: સાપ કરડવાની સમસ્યા દેશભરમાં છે, કંઇક કરોઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કરી ટકોર

સામાન્ય રીતે ભારતમાં જોવા મળતી સાંપની પ્રતિજાતીમાંથી 4 પ્રજા સૌથી વધુ ઝેરી હોય છે. જેમાં કોમન ક્રેટ, ભારતીય નાગ, રસેલ વાઈપર, સો-સ્કેલ્ડ વાઈપરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે સાપના ઝેરથી આંતરિક રક્તસ્રાવ, લકવો, ઊતકોનો નાશ, હૃદયની સમસ્યા, કિડની ફેલ્યર અથવા મૃત્યુ થઈ શકે છે.

ભારતમાં મોટા ભાગના સાપ કરડવાના કેસ ગ્રામીણ વિસ્તારોમાં નોંધાઈ છે. ગ્રામીણ વિસ્તારમાં 60-80 ટકા કેસોમાં સાપ પગના ભાગે કરડે છે. ખાસ કરીને ખેડૂતોને, જેઓ ખુલ્લા પગે ખેતરોમાં કામ કરે છે.

રિપોર્ટ મુજબ, ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ફક્ત 20-30% લોકો જ સારવાર માટે હોસ્પિટલ પહોંચે છે. યોગ્ય પ્રાથમિક સારવારના અભાવે, સારવારમાં વિલંબ અને ખોટી સારવારને કારણે ઘણા લોકોની સ્થિતિ વધુ ખરાબ થાય છે. ઘણા લોકો ઘરેલું ઉપચાર અથવા ભૂવાનો આશરો લે છે, જે સ્થિતિને વધુ ખરાબ બને છે.

આપણ વાંચો: Elvish Yadav Rave Party Case: FSL તપાસમાં મોટો ખુલાસો, રેવ પાર્ટીઓમાં સાપના ઝેરનો ઉપયોગ થતો હતો

સાપ કરડે તો શું કરવું?

જો કોઈને સાપ કરડે તો પીડિતને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સારવારમાં કોઈપણ વિલંબ જીવલેણ બની શકે છે. શાંત રહો અને શરીરને શક્ય તેટલું ઓછું હલાવવું, જેથી ઝેર શરીરમાં ઝડપથી ફેલાઈ ન શકે.

સોજો ટાળવા માટે ઘરેણાં અને ચુસ્ત કપડાં દૂર કરો. કરડેલા ભાગને હૃદયના સ્તરથી નીચે રાખો, જેથી ઝેર શરીરમાં ઝડપથી ફેલાઈ ન શકે. સર્પદંશ માટે ગુણવત્તાયુક્ત એન્ટિવેનોમ એ શ્રેષ્ઠ સારવાર છે જે ઘણા મૃત્યુ અટકાવી શકે છે. આ સારવાર ગંભીર અપંગતા ઘટાડી શકે છે. સારા એન્ટિ-વેનોમ માણસની ગંભીરતાને ધ્યાને રાખી આપવામાં આવે છે.

આપણ વાંચો: સાપનું ઝેરી, બિન ઝેરી કે આંશિક રીતે ઝેરી હોવાનો સાચો અર્થ

શું ન કરવું?

કરડેલા ભાગને ધોશો નહીં, કારણ કે આનાથી ઝેર ઝડપથી ફેલાઈ શકે છે. જે જગ્યા પર સર્પદંશ થયુ હોય તે જગ્યાને ચુસ્ત રીતે બાંધશો નહીં, આ લોહીનો પ્રવાહ બંધ કરી શકે છે અને સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે.

કરડેલા ભાગ પર બરફ અથવા કોઈપણ સખત પટ્ટી (ટૉર્નિકેટ) ન લગાવો. ઘાને કાપશો નહીં અથવા ઝેર ચૂસવાનો પ્રયાસ કરશો નહીં, આ ચેપનું જોખમ વધારી શકે છે. દારૂ અથવા કેફીનવાળી વસ્તુઓ ન પીશો, કારણ કે આનાથી ઝેર ઝડપથી ફેલાઈ શકે છે. જો તમને દુખાવો કે અસ્વસ્થતા હોય, તો જાતે કોઈ દવા ન લો, યોગ્ય સારવાર માટે ડૉક્ટર પાસે જાઓ.

આ પ્રકારની ઘટના માટે જાગૃતિ અને સારવારની સુલભતા જરૂરી છે. નેશનલ એક્શન પ્લાન ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ સ્નેકબાઇટ એન્વેનોમિંગ (NAPSE) એ કાર્યક્રમ છે. જે રાજ્યોને ‘વન હેલ્થ’ અભિગમ દ્વારા સર્પદંશના સંચાલન, નિવારણ અને નિયંત્રણ માટે તેમની કાર્ય યોજના વિકસાવવા માટે એક વ્યાપક માળખું પૂરું પાડે છે. NAPSE નો મુખ્ય ધ્યેય 2030 સુધીમાં સર્પદંશના કેસોને અડધા સુધી ઘટાડવાનો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button