તમે પણ નથી કરતાં ને તમારા Smartphoneને લઈને આ ભૂલો? આજે જ બંધ કરી દો નહીંતર…

સ્માર્ટ ફોન આજના સમયની તાતી જરૂરિયાત બની ગયા છે, લોકોને સ્માર્ટ ફોન વિના ચાલતું જ નથી. પહેલાં રોટી કપડાં ઔર મકાન આ ત્રણ મૂળભૂત જરૂરિયાત હતી અને હવે તેમાં ચોથી વસ્તુ સ્માર્ટ ફોન ઉમેરાઈ ગઈ છે. થોડીવાર માટે પણ જો ફોન ના મળે કે ખોવાઈ જાય તો લોકોના જીવ ઉપર નીચે થઈ જાય છે અને તમારી સાથે પણ આવું ક્યારેકને ક્યારેક તો બન્યું જ હશે ને? આજે અમે તમને અહીં એવી ભૂલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને કારણે તમારા સ્માર્ટ ફોનના રામ રમી શકે છે…
અલગ અલગ ચાર્જરનો ઉપયોગઃ
આપણામાંથી ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ પોતાના સ્માર્ટફોનને ઓરિજનલ ચાર્જરથી ચાર્જ કરવાને બદલે અલગ અલગ અને કોઈના પણ ચાર્જરથી ચાર્જ કરે છે. આ સૌથી મોટી ભૂલ છે જે તમારા મોબાઈલ ફોનને સૌથી પહેલાં અને જલદી ખરાબ કરે છે.
હેવ ગેમ્સ કરી નાખશે તમારા ફોની ગેમઃ
ઘણા લોકોને મોબાઈલ ફોનમાં ગેમ્સ રમવાની આદત હોય છે અને આ જ કારણે તેઓ તેમના ફોનમાં હેવી ગેમ્સ રાખે છે. હેવી ગેમ્સના ચક્કરમાં પણ મોબાઈલ જલદી ખરાબ થઈ શકે છે. એટલે જો તમે પણ તમારા ફોનને ખરાબ થતો બચાવવા માંગતા હોવ તો આજે જ તમારા ફોનમાંથી હેવી ગેમ્સ અન ઈન્સ્ટોલ કરી દો.
એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પરથી જ ડાઉનલોડ કરોઃ
મોટાભાગના લોકો તો કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોરની મદદ લે છે, પણ કેટલાક લોકો અમુક અલગ અને અનઓફિશિયલ એપ્સ ડાઉનલોડ કરવા બીજા અલગ અલગ પ્લેટફોર્મની મદદ લે છે, પણ આવું કરવું તમારા ફોનને નુકસાન પહોંચાડી શકે છે.
અનવોન્ટેડ એપ્સને કહો ટાટા બાય-બાયઃ
અનેક લોકો પોતાના ફોનમાં ના જોઈતી હોય એવી એપ્સ પણ ઈન્સ્ટોલ કરીને રાખી મૂકે છે, જેનો તેઓ મહિનાઓ સુધી ઉપયોગ પણ નથી કરતાં. પરંતુ આ એપ્સ પણ તમારા ફોનને ખરાબ કરવા માટે પૂરતી છે. જો તમારા ફોનમાં પણ એવી એપ્સ હોય તો આજે જ ડિલિટ કરી દો.
બેકગ્રાઉન્ડમાં એપ્સને ના ચલાવોઃ
જ્યારે પણ આપણે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ છીએ ત્યારે તે એપને બેકગ્રાઉન્ડમાં રનિંગ રાખવાની પરમિશન વિશે પૂછવામાં આવે છે. એપ્સને આવી પરમિશન ના આપશો. એપ્લિકેશન બેકગ્રાઉન્ડ ચાલતી રહે છે તો તેને કારણે પણ ફોન ખરાબ થઈ જાય છે.