ભાઈને રાખડી બાંધતા પહેલા બહેન રાખે આ 3 બાબતોનું ધ્યાન, નહીંતર…

Raksha Bandhan 2025: રક્ષાબંધન એ ભાઈ-બહેન વચ્ચેના પવિત્ર પ્રેમનું પ્રતીક પણ છે. શ્રાવણ પૂર્ણિમાનો દિવસ હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે આ દિવસે ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર રક્ષાબંધન ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખ માટે તેના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈઓ તેમની રક્ષા કરવાનું વચન આપે છે. પરંતુ રાખડી બાંધતી વખતે બહેનોએ કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવાનું હોય છે.
રાખડી બાંધતા પહેલા શું કરવું?
ધાર્મિક જાણકારોના જણાવ્યાનુસાર, આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટના રોજ ઉજવાશે. આ દિવસે ભદ્રાકાળનો પડછાયો નહીં હોય. ધાર્મિક માન્યતા અનુસાર, ભદ્રાકાળ દરમિયાન રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. તેથી આ વર્ષે રક્ષાબંધનના તહેવારને સારી રીતે ઉજવી શકાશે. જોકે, રક્ષાબંધનના દિવસની દરેક ભાઈ-બહેન આતૂરતાપૂર્વક રાહ જોતા હોય છે. ભાઈને રાખડી બાંધતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ બાબતો કઈ છે? આવો જાણીએ.

વિધિસર પૂજા: રક્ષાબંધનના દિવસે સવારે સ્નાન કર્યા પછી, બહેને ભગવાન ગણેશ અથવા ઘરના દેવતાની પૂજા કરવી જોઈએ અને તે પછી જ ભાઈને રાખડી બાંધવી જોઈએ.
કેસરનું તિલક: રાખડી બાંધતી વખતે ભાઈને કેસરનું તિલક કરવું પણ શુભ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી ગુરુ ગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

ગણેશજીને રાખડી અર્પણ કરો: રાખડી બાંધતા પહેલાં, એક દિવસ અગાઉ સાંજે બહેને રાખડીને ઘરના કોઈપણ દેવતા, ખાસ કરીને ભગવાન ગણેશ, સમક્ષ રાખવી જોઈએ.
આ ઉપાયો ભાઈ-બહેનના સંબંધોમાં મધુરતા વધારે છે અને તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.
આપણ વાંચો: રક્ષાબંધનના દિવસે સવારે કરો આ 4 ઉપાય, ભાગ્ય ચમકશે અને ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલ માહિતી પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)