નેશનલસ્પેશિયલ ફિચર્સ

વિશ્વ યુદ્ધથી લઈને ભારત-પાક.ના તણાવ સુધી, કરોડોનો જીવ બચાવનારા સાયરનનો ઈતિહાસ રસપ્રદ છે…

રાતના ભુજથી લઈ ભંટિડા સુધી સાયરનના અવાજોએ લોકોને બનાવ્યા હતા સાવધ

જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે રાતના અસામાન્ય સ્થિતિ જોવા મળી હતી. રાતના સન્નાટામાં માત્ર બે ભેદી અવાજો ગૂજી રહ્યા હતા. એક તો પાકિસ્તાન તરફથી આવતા ડ્રોનને નષ્ટ કરતા ભારતીય હથિયારોનો અવાજ, જ્યારે બીજી બાજુ જમીન પર વાગતા સાયરનનો અવાજ.

આ હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરનના અવાજ જમ્મુ-કાશ્મીરથી લઈને પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના એટલે ભુજથી લઈ ભટિંડા સુધીના ઘણા બધા શહેરનો વિસ્તારોમાં સાંભળવા મળ્યા હતા. આ સાયરનના અવાજ સાથે જ સમગ્ર વિસ્તારમાં બ્લેકઆઉટ કરીને લોકોએ પોતપોતાના ઘરોમાં અંધારું કરી દીધું હતું.

આખા વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો અને લોકોએ કોઈ છત નીચે કે સુરક્ષિત સ્થળોએ આશરો લીધો હતો, પરંતુ આ સાયરનનો ઈતિહાસ પહેલા વિશ્વ યુદ્ધથી લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ સુધી જોરદાર રહ્યો છે. લાખો-કરોડો લોકોની જીવ બચાવનાર આ સાયરન કઈ રીતે માનવજાત માટે ઉપયોગી બની છે એની વાત જાણીએ.

આપણ વાંચો: ડરતા નહીં: 7મી મેના વાગશે યુદ્ધની સાયરન… અહીંયા મળશે તમામ જવાબ…

સાયરન વાગતા લોકો શું રાખવાની કાળજી?

પાકિસ્તાન સાથે વધતા તણાવને પગલે સરકાર દ્વારા સાયરનનો રેડ એલર્ટ જાહેર કરવાના રૂપમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સાયરન વાગતા જ લોકોને પોતાના ઘરોમાં અથવા કોઈ પણ સુરક્ષિત જગ્યાએ આશ્રય લેવા અને તમામ પ્રકારની લાઈટો બંધ કરી દેવા સૂચના આપવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વારા વીજળી કાપી નાખવામાં આવશે અને આવી સ્થિતિમાં લોકોને બ્લેકઆઉટ દરમિયાન ઇન્વર્ટર અને જનરેટરથી પણ કોઈ લાઈટ નહીં ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે.

આપણ વાંચો: 1971 બાદ દેશમાં ગુજરાત સહિત 7 રાજ્યમાં થશે મોક ડ્રિલ, જાણો સાયરન વાગે ત્યારે શું કરશો…

11,000 સાયરન વગાડીને લોકોને ચેતવ્યા હતા

સાયરનનો ઉપયોગ ખતરાની ઘંટી તરીકે થાય છે. દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન વર્ષ 1937માં ચેતવણીના સંકેત તરીકે સાયરનનો મોટા પાયે ઉપયોગ શરૂ થયો હતો. જર્મનીની સાયરન બનાવતી કંપની હર્મન ગ્રૂપના રિપોર્ટ અનુસાર આ યુદ્ધમાં જર્મનીમાં લગભગ 11,000 સાયરન વગાડીને લોકોને હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવતી હતી.

તેનો ઉપયોગ ફક્ત હવાઈ હુમલાની ચેતવણીઓ અને ખતરો ટળી ગયા બાદ ઓલ-ક્લિયર જાહેર કરવા માટે જ થઈ શકતો હતો, તે સિવાય અન્ય કોઇ ઉપયોગ થઈ શકતો નહિ.

આપણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ગાડી પર સાયરનથી વિવાદ, આરટીઓએ નોટિસ ફટકારી

દરેક યુદ્ધમાં તેનું આગવું મહત્વ રહ્યું છે

જો કે જેવું બીજું વિશ્વ યુદ્ધ પૂર્ણ થયું કે તરત જ સાયરનનું પોતાનું મહત્વ થોડા સમય માટે ઓસરી ગયું હતું, પરંતુ અમેરિકા અને સોવિયેત રશિયા વચ્ચે શીત યુદ્ધની શરૂઆત થતાં જ તેનું મહત્વ ફરી વધી ગયું હતું.

પરમાણુ હુમલાના ડરથી સરકારો નાગરિક સુરક્ષાને લઈને વધુ ગંભીર બની અને રક્ષણ માટે મોટા ટાવર બનાવીને તેના પર સાયરન લગાવવામાં આવી ત્યારથી લઈને ઈઝરાયલ-ગાઝા યુદ્ધ હોય કે રશિયા-યુક્રેન યુદ્ધ, કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં રેડ એલર્ટ જાહેર કરવા માટે આ સાયરનનો ઉપયોગ કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button