સ્પેશિયલ ફિચર્સ

મતદાર યાદી અપડેટના નામે નવું કૌભાંડ! ‘SIR ફોર્મ’ સ્કેમથી બચવા માટે શું કરશો?

દેશમાં મતદાર યાદી અપડેટ કરવાની સત્તાવાર કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે સાઈબર ફ્રોડ કરનાર લોકો આ મતદાર યાદી અપડેટની પ્રક્રિયાને પોતાનું હથિયાર બનાવી રહ્યા છે. ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડને ‘SIR ફોર્મ સ્કેમ’ નામ આપવામાં આવ્યું છે.

આ ફોર્મ અને કોલ એટલા સત્તાવાર (ઓફિશિયલ) અને વિશ્વાસપાત્ર લાગે છે કે લોકો તેને સરકારી કામ સમજીને લોકો પોતાની અંગત માહિતી શેર કરી દે છે. મધ્ય પ્રદેશ સરકારે તો SIRના નામે થઈ રહેલા ફ્રોડ અંગે એક એડવાઇઝરી પણ બહાર પાડી છે, જેમાં લોકોને આ છેતરપિંડીથી સાવધાન રહેવાની ચેતવણી આપી છે.

આપણ વાચો: ગુજરાતમાં SIR શરૂ: 2002ની મતદારયાદીમાં તમારું નામ કેવી રીતે તપાસવું? અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા

કેવી રીતે થઈ રહ્યું છે SIR કૌભાંડ?

SIR એટલે Special Intensive Revision (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન). આ ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવતી એક સત્તાવાર પ્રક્રિયા છે, જેનો હેતુ મતદારની માહિતી (જેમ કે સરનામું, ઉંમર, નામ) ચકાસવાનો અને મતદાર યાદીને અપડેટ કરવાનો હોય છે.

સાયબર ઠગ્સ ફોન, વોટ્સએપ અથવા SMS દ્વારા લોકોનો સંપર્ક કરે છે. તેઓ પોતાને ઇલેક્શન ઓફિસર અથવા BLO (બૂથ લેવલ ઓફિસર) તરીકે રજૂ કરે છે અને જણાવે છે કે તમારું ‘SIR વેરિફિકેશન’ પૂર્ણ થયું નથી, તેથી તમારું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકે છે.

આ પછી તેઓ વેરિફિકેશન પૂર્ણ કરવાના બહાને તમારા નંબર પર આવેલો OTP (વન-ટાઇમ પાસવર્ડ) માગે છે. આ OTP એ સાયબર ક્રિમિનલ્સ માટે તમારા અંગત ડેટા અને બેંકિંગ સિસ્ટમ સુધી પહોંચવાનો દરવાજો બની જાય છે.

આપણ વાચો: ભારતના ક્યાં 12 રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ કરવામાં આવશે? આ રહી યાદી…

કેટલાક કિસ્સાઓમાં ‘SIR ફોર્મ ડાઉનલોડ કરવા’ના બહાને બનાવટી લિંક કે એપ મોકલીને મેલવેર (ખતરનાક સોફ્ટવેર) દ્વારા ફોનનો ડેટા ચોરી લેવામાં આવે છે.

સાયબર ક્રિમિનલ્સના હાથમાં એકવાર OTP આવી જાય પછી તેઓ તેનો ઉપયોગ ગંભીર રીતે કરી શકે છે. જેમ કે, તમારા UPI અથવા બેન્કિંગ એપ્સને રીસેટ કરીને નાણાકીય ટ્રાન્ઝેક્શન કરી શકે છે. અથવા તો તમારા ઈમેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સુધી પહોંચી શકે છે. તમારા ફોનનો અંગત ડેટા (ફોટા, કોન્ટેક્સ) કોપી કરી શકે છે.

આ કૌભાંડમાં તમારું નામ ભલે મતદાર યાદીમાંથી દૂર થવાનું ન હોય, પરંતુ તમારા બેંક એકાઉન્ટમાંથી બેલેન્સ ચોક્કસ દૂર થઈ શકે છે. લોકો કોલરનો આત્મવિશ્વાસપૂર્ણ ટોન અને ‘મતદાર યાદીમાંથી નામ હટી જશે’ તેવા ડરના કારણે ઝડપથી ફસાઈ જાય છે. સાયબર ગઠિયાના નિશાન પર સૌથી વધુ વૃદ્ધ અને ગ્રામીણ હોઈ છે.

આપણ વાચો: ગુજરાતમાં પણ મતદાર યાદી સુધારાશેઃ ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી…

યાદ રાખો: ચૂંટણી પંચ ક્યારેય OTP નહીં માગે!

કોઈ પણ સરકારી અધિકારી કે ચૂંટણી પંચ (Election Commission) ક્યારેય પણ તમને ફોન પર તમારો OTP, પાસવર્ડ, UPI/બેંક વિગતો નહીં પૂછે. આ ઉપરાંત OTP કે બેંક વિગતો નથી માંગતા.

વોટ્સએપ લિંક દ્વારા ફોર્મ ભરવાનું નથી કહેતા. APK કે એપ ડાઉનલોડ કરવા નથી કહેતા. મતદાર યાદીમાંથી નામ હટાવી દેવાની ધમકી નથી આપતા. આ કૌભાંડ માત્ર નાણાકીય નુકસાન જ નથી કરતું, પરંતુ લોકોનો સરકારી પ્રણાલી પરનો વિશ્વાસ પણ ઘટાડે છે, તેથી આ અંગે જાગૃત રહેવું અત્યંત જરૂરી છે.

જો આવો કોલ આવે તો શું કરવું?

કોલ તરત કાપી નાખો.
• OTP, પાસવર્ડ, PIN કે બેંક વિગતો કોઈને ન આપો.
• અજાણી લિંક કે એપને ક્યારેય ખોલશો નહીં કે ડાઉનલોડ કરશો નહીં.
• તમારા જિલ્લાના સત્તાવાર ચૂંટણી અધિકારીનો નંબર જાતે શોધીને ત્યાં જ પૂછપરછ કરો.
• જો તમારી સાથે ફ્રોડ થયો હોય, તો બેંકને તાત્કાલિક જાણ કરો અને સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ કરો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button