ફ્રિઝરમાં જામતા બરફના ઢગલાથી કંટાળી જાવ છો? તો આ સરળ ઉપાય આપશે છૂટકારો | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

ફ્રિઝરમાં જામતા બરફના ઢગલાથી કંટાળી જાવ છો? તો આ સરળ ઉપાય આપશે છૂટકારો

ચોમાસાની સિઝન આમ તો ઘરના નાનાથી મોટા સુધી તમામ લોકોને પસંદ આવે છે. પરંતુ ઘણી વખત ચોમાસાના કારણે ઘરના કામમાં બમણો વધારો થઈ જતો હોય છે. આ સાથે વરસાદને કારણે ઈલેક્ટ્રોનિક ઉપકરણોને પણ નોંધપાત્ર અસર થતી હોય છે. ખાસ કરીને રસોડામાં વપરાતા ઉપકરણો. આ ઉપકરણોમાનું એક છે ફ્રીઝર અને રેફ્રિજરેટર પર અસર વર્તાય છે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે ચોમાસામાં તેમના ફ્રીઝરમાં બરફનો ઢગલો જામી જાય છે, જેના કારણે ઠંડક ઘટે છે અને વીજળીનો વપરાશ પણ વધે છે. જો તમે પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો ચિંતા કરવાની જરૂર નથી. ફ્રીઝરને યોગ્ય રીતે ચલાવા માટે સરળ ઉપાયો અપનાવીને તમે આ મુશ્કેલીથી બચી શકો છો.

ફ્રીઝરમાં બરફ જામવાનું કારણ

ચોમાસામાં હવામાં ભેજનું પ્રમાણ ખૂબ વધી જાય છે. જ્યારે તમે વારંવાર ફ્રીઝરનો દરવાજો ખોલો છો, ત્યારે બહારની ભેજવાળી હવા અંદર પ્રવેશે છે. આ ભેજ ફ્રીઝરની ઠંડી સપાટી પર પહોંચીને તરત જ બરફમાં બની જાય છે, જે ધીમે ધીમે જાડી બરફની પરત બનાવે છે. આ કારણે ચોમાસામાં ફ્રીઝરમાં બરફનો ઢગલો ઝડપથી બને છે, જે ફ્રીઝરની કાર્યક્ષમતા ઘટાડે છે.

ફ્રીઝરને કયા મોડમાં ચલાવવું?

આજકાલના મોટાભાગના રેફ્રિજરેટર ફ્રોસ્ટ-ફ્રી ટેકનોલોજી સાથે આવે છે, જેમાં ‘ડિફ્રોસ્ટ મોડ’ અથવા ‘ફ્રોસ્ટ-ફ્રી મોડ’નો વિકલ્પ હોય છે. ચોમાસામાં આ મોડનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે, કારણ કે આ મોડ ફ્રીઝરમાં જામેલી વધારાની બરફને આપોઆપ ઓગાળી નાખે છે અને ઠંડી હવાને સમાન રીતે ફેલાવે છે. જો તમારું ફ્રીઝર જૂનું મોડલ હોય અને તેમાં આ સુવિધા ન હોય, તો અઠવાડિયામાં એકવાર ફ્રીઝરને બંધ કરી, દરવાજો ખોલી બરફ પીગળવા દો અને સાફ કપડાથી ભેજ સાફ કરીને ફરી ચાલુ કરો.

આ ઉપાયોના ફાયદા

ફ્રીઝરને યોગ્ય રીતે ચલાવવાથી અને નિયમિત સફાઈ કરવાથી ઘણા ફાયદા થાય છે. ફ્રીઝરની ઠંડક વધુ સારી રહે છે, જેનાથી ખાદ્યપદાર્થો લાંબા સમય સુધી તાજા રહે છે. વીજળીનો વપરાશ ઘટે છે, જેનાથી વીજળીનું બિલ ઓછું આવે. ઉપરાંત, આ સરળ ઉપાયથી ફ્રીઝરની આયુષ્ય પણ વધી શકે છે. ફ્રિઝરની નિયમિત જાળવણીથી કાર્યક્ષમતા જળવાઈ રહે છે અને તે સરળતાથી ચાલે છે.

ચોમાસામાં ફ્રીઝરની સંભાળ રાખવા માટે કેટલીક સાવચેતીઓ જરૂરી છે. ફ્રીઝરનો દરવાજો વારંવાર ખોલવાનું ટાળો, જેથી ભેજ અંદર પ્રવેશે નહીં. ફ્રીઝરમાં વધુ પદાર્થો ઠાંસીને ન રાખો, જેથી હવાનું પરિભ્રમણ યોગ્ય રીતે થઈ શકે. ગરમ વાસણો કે ખુલ્લા કન્ટેનર સીધા ફ્રીઝરમાં ન મૂકો, કારણ કે તે ભેજ વધારે છે. આ સરળ ઉપાયો અપનાવીને તમે ફ્રીઝરને બરફની સમસ્યાથી બચાવી શકો છો અને તેની કાર્યક્ષમતા જાળવી શકો છો.

આ પણ વાંચો…એક ક્લિકથી ઘરે જ ફૂડ ડિલિવરી મંગાવતા પહેલા જાણી તો લો તમને કેટલું મોંઘુ પડે છે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button