શનિદેવને પ્રસન્ન કરવાના સરળ ઉપાય: જીવનમાં અપનાવો આ આદતો, દૂર થશે શનિ દોષ

Shani Dev Worship: શનિદેવના પ્રકોપથી દેવ-દાનવ કે માનવ કોઈપણ બચી શકતું નથી. આવો ઉલ્લેખ હિંદુ સનાતન ધર્મના પૌરાણિક ગ્રંથોમાં જોવા મળે છે. આજના સમયમાં પણ ઘણા લોકો શનિની સાડાસાતીનો શિકાર બની જાય છે. શનિની સાડાસાતીથી મુક્તિ મેળવવા માટે લોકો ઘણા જ્યોતિષ ઉપાયોની સાથોસાથ અન્ય ટોટકા પણ કરે છે. જોકે, આ બધા ઉપાયો સિવાય શનિદેવનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે જીવનમાં કેટલીક સરળ અને સારી આદતો પાડવી જરૂરી છે. આવો આ સુટેવો વિશે જાણીએ.
જરૂરિયાતમંદોને મદદ અને દાન કરો
પ્રભુની ભક્તિ માટે સ્વસ્થ અને સ્વચ્છ શરીર હોવું જરૂરી છે. જે લોકો નિયમિતપણે નખ કાપીને સાફ રાખે છે, તેમના પર શનિદેવની વક્ર દૃષ્ટિ પડતી નથી. જે લોકો શાકાહારી હોવાની સાથોસાથ દારૂનું સેવન કરતા નથી તેમના પર શનિદેવની કૃપા વરસે છે.
દિન-દુખીયાની સેવા પણ ઈશ્વરનો આશીર્વાદ મેળવવાનો સરળ માર્ગ છે. તેથી શનિદેવનો આશીર્વાદ મેળવવા ઈચ્છતા લોકોએ જરૂરિયાતમંદોને મદદ તથા તેમને દાન કરવું જોઈએ. ખાસ કરીને શનિવારે ગરીબોને કાળા તલ, કાળી દાળ, કાળા ચંપલ વગેરેનું દાન કરવાનું ઘણું મહત્ત્વ છે. જરૂરિયાતમંદોને છત્રી દાન કરનારા લોકો પર શનિદેવની કાળી છાયા પડતી નથી.
અંધ-અપંગ, વૃદ્ધ અને લાચાર, રક્તિપિત્તના દર્દીઓ તથા સફાઈ કામદારોની નિ:સ્વાર્થભાવે મદદ કરનાર પર શનિદેવની કૃપા કાયમને માટે વરસતી રહે છે અને શનિદેવનો આશીર્વાદ મળતો રહે છે. શ્વાનની સેવા કરનારને પણ શનિદેવ ક્યારેય સતાવતા નથી. શનિવારે કાળા રંગના શ્વાનને રોટલી ખવડાવવાથી શનિ દોષથી મુક્તિ મળે છે. શ્વાનની જેમ માછલીઓને ખવડાવનારાઓ પર પણ શનિદેવ હંમેશા પ્રસન્ન રહે છે.
પ્રામાણિક જીવન જીવો
શિવના ઉપાસકો અને હનુમાનજીના સાચા ભક્તોને શનિદેવ પરેશાન કરતા નથી. ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાથી શનિ દોષ દૂર થાય છે. પીપળા અને વડ જેવા વૃક્ષોની પૂજા કરવાથી શનિદેવ રાજી થાય છે. સાત મુખી રુદ્રાક્ષ પહેંરવાથી પણ શનિદેવ તરફથી શુભ ફળ મળે છે. જે લોકો પૂર્વજોનું શ્રાદ્ધ જેવી વિધિ નિયમિતપણે કરે છે તેમના પર શનિદેવની સાડા સાતી કે ઢૈયાનો પ્રભાવ પડતો નથી. શનિવારે ઉપવાસ કરીને અને ભૂખ્યા વ્યક્તિને જમાડનારને શનિદેવનો કોઈ ભય રહેતો નથી. આ સિવાય જે લોકો પ્રામાણિક જીવન જીવે છે, તેમના પર શનિદેવ દયાળુ બનીને કૃપા દૃષ્ટિ કાયમ રાખે છે.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલ માહિતી પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)
આપણ વાંચો: જન્માષ્ટમી સ્પેશિયલ: લડ્ડુ ગોપાલનો શણગાર અને ભોગ-પ્રસાદ તૈયાર કરતી વખતે આટલું ધ્યાનમાં રાખો