Sim Cardને લઈને આવી ચોંકાવનારી માહિતી, 1st Julyથી નહીં કરી શકો આ કામ…
મોબાઈલ ફોન (Mobile Phone) એ આજના સમયની સૌથી મોટી અને મહત્ત્વની જરૂરિયાત બની ગઈ છે અને મોબાઈલ ફોન તેના આત્મા એટલે કે સિમ કાર્ડ (Mobile Phone Sim Card) વિના તો અધૂરો જ ગણાય. પરંતુ હવે સિમ કાર્ડને લઈને જ એક મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. સિમ કાર્ડને લઈને ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઈન્ડિયા (Telecom Regulatory Of India-TRAI) એ મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી છે.
ટ્રાય દ્વારા સતત વધી રહેલાં સાયબર ફ્રોડ (Cyber Fraud) પર નિયંત્રણ મેળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાય દ્વારા આ માટે મોબાઈલ નંબર પોર્ટિંગના નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ચ મહિનામાં જ આ ફેરફાર કરવામાં આવશે એવા માહિતી સામે આવી હતી અને એ સમયે જણાવવામાં આવ્યું હતું કે પહેલી જુલાઈથી આ નવો નિયમ લાગુ કરવામાં આવશે.
નવા નિયમ અનુસાર હવે સિમ કાર્ડ સ્વેપ કે રિપ્લેસમેન્ટ પછી સાત દિવસ સુધી લોકિંગ પિરીયડનો સામનો કરવો પડશે. આ દરમિયાન યુઝર્સ મોબાઈલ નંબર પોર્ટ નહીં કરી શકે. મોબાઈલ નંબર પોર્ટ (Mobile Number Port)ને યુઝર્સને એક ટેલિકોમ સર્વિસને છોડીને બીજી ટેલિકોમ સર્વિસમાં સ્વિચ કરે છે, જેને લોકો એમએનપી તરીકે પણ ઓળખે છે.
આ પણ વાંચો: હેં, Isha Ambaniએ કર્યું કંઈક એવું જોતી જ રહી ગઈ Shloka Maheta And Radhika Merchant…
સામાન્યપણે સિમ ખોવાઈ જવાના, ચોરી થવાના કે ટૂટી જવાના કિસ્સામાં ટેલિકોમ કંપની કસ્ટમર કેર કે કંપનીના ઓફિશિયલ સ્ટોર પર જઈને નવું સિમ કાર્ડ ખરીદે છે. આને જ સિમ સ્વેપિંગ કે રિપ્લેસમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક સાયબર સ્કેમર્સ દ્વારા આ સર્વિસનો દુરુપયોગ કરવામાં આવે છે. કેટલાક યુઝર્સ ખોટી આઈડી અને બીજી રીતનો ઉપયોગ કરીને સિમ સ્વેપ કરાવે છે અને ત્યાર બાદ વિક્ટિમનું એકાઉન્ટ ખાલીખમ કરી નાખે છે. આ વર્ષે સિમ સ્વેપિંગને કારણે અનેક ગુના આચરવામાં આવ્યા છે.
ટ્રાય (TRAI) દ્વારા આ નવા નિયમની માહિતી 15મી માર્ચના આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર પણ ટ્રાય દ્વારા આ બાબતની પોસ્ટ કરવામાં આવી હતી અને એમાં પહેલી જૂલાઈથી નવા નિયમની અમલબજાવણી કરવામાં આવશે, એવું જણાવવામાં આવ્યું હતું.