તમારી આ આદત દારૂ પીવા જેટલી જ છે ખરાબ, ધીરે ધીરે મગજ અને જીવનને કરે છે ખોખલું…

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને લોકો પોતાનો મોટા ભાગનો સમય સોશિયલ મીડિયા પર રીલ્સ સ્ક્રોલ કરવામાં પસાર કરે છે. થોડીક મિનિટો માટે ફોન ઉપાડીએ અને પછી કેટલો સમય સ્ક્રોલ કરવામાં પસાર કરીએ છીએ એનો અંદાજો નથી આવતો. પરંતુ શું તમને ખબર છે કે સ્ક્રોલિંગની આ લત દારૂ પીવાની લત કરતાં પણ વધારે ખરાબ છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
રીલ્સ જોવાની શું છે સાઈડ ઈફેક્ટ?
અનેક રિસર્ચમાં પણ આ વાતનો ખુલાસો થયો છે કે શોર્ટ વીડિયો બિંજ વોચિંગ એક ખાલી મનોરંજન નહીં પણ એને કારણે તમારા મગજનો રિવાર્ડ પાથવેને પણ પ્રભાવિત કરે છે. મગજનો આ એ જ હિસ્સો છે કે દારૂ પીતી વખતે કે જુગાર રમતી વખતે એક્ટિવ થાય છે. લાંબા સમય સુધી સતત જોવાને કારણે મગજની ડોપામાઈન સિસ્ટમ ઓવર સ્ટિમ્યુલેટ થાય છે અને રોજબરોજની ગતિવિધિઓમાં ખુશીનો અનુભવ કરવો અઘરું થઈ જાય છે.

ઈમોશનલ બેલેન્સ બગડે છે
રીલ્સ જોયા બાદ જ્યારે ડોપામાઈન સિસ્ટમ ઓવર સ્ટિમ્યુલેટ થઈ જાય છે તો તે ધીરે ધીરે તે મગજની સંવેદનશીલતાને ઘટાડે છે, જેને કારણે પુસ્તક વાંચવી, ખાવાની કે વાતચીત કરવાની ઈચ્છા નથી થતી. આ સાથે સાથે ધ્યાન કેન્દ્રિત કરવાની અને ભાવનાઓને કન્ટ્રોલ કરવામાં પણ પરેશાની થાય છે.

ઊંઘ નથી આવતી
વધારે સમય સુધી રીલ્સ જોયા કરવાને કારણે મગજના સર્કૈડિયન રિધમ પર પણ અસર જોવા મળે છે, જેનાથી ઊંઘ પર પણ અસર જોવા મળે છે. ધીરે ધીરે આ સમસ્યા વધતી જાય છે, પરંતુ કેટલાક એવા ઉપાયો છે કે જેની મદદથી તમે આ લતમાંથી છુટકારો મેળવી શકો છો.

રીલ્સ જોવાની લત આ રીતે છોડો
જો તમને પણ રીલ્સ જોયા કરવાની ગંદી લત લાગી ગઈ હોય તો આજે અમે અહીં તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે ખૂબ જ સરળતાથી આ સમસ્યામાંથી બહાર આવી શકશો.
આ પણ વાંચો: દારુનું સેવન માત્ર શરીરને નહીં, મગજને પણ પહોંચાડે છે ગંભીર નુકસાન: રિસર્ચમાં થયો મોટો ખુલાસો
⦁ સ્ક્રીન ટાઈમ નક્કી કરો
જો તમને પણ રીલ્સ જોવાની ગંદી ટેવ લાગી ગઈ છે તો તમારે તમારો સ્ક્રીન ટ્રાઈમ નક્કી કરવાની જરૂરી છે. આ માટે તમે તમારા ફોનમાં રહેલાં સ્ક્રીન ટાઈમ ફીચરની પણ મદદ લઈ શકો છો.
⦁ પોતાની જાતને બિઝી રાખોઃ
મોબાઈલ અને રીલ્સથી દૂર રહેવા માટે સૌથી સરળ અને સિમ્પલ ઉપાય એ છે કે બની શકે એટલું પોતાની જાતને બિઝી રાખો. આ સમયે તમે તમારી મનગમતી એક્ટિવિટી કરો જેમ કે વોક પર જાવ, પુસ્તક વાંચો કે પછી મિત્રો અને પરિવાર સાથે વાતચીત કરો.
⦁ સ્ક્રોલિંગને કરો અલવિદાઃ
આપણામાંથી ઘણા લોકોને એક વીડિયો જોયા બાદ બીજો, બીજા પછી ત્રીજો એમ સતત વીડિયો જોવાની આદત લાગી જાય છે. આવી સ્થિતિમાં આ આદતને કન્ટ્રોલ કરવા માટે કોઈ એવું કામ કરો કે જે તમને ગમતું હોય અને જેમાં તમારા મગજને પણ પૂરતો આરામ મળી રહે.
⦁ નોટિફિકેશન બંધ કરોઃ
ઘણી વખત આપણને નોટિફિકેશન આવે એટલે આપણે મોબાઈલ જોવા લાગીએ છીએ કે પછી વીડિયો જોવામાં વ્યસ્ત થઈ જઈએ છીએ. આવું ના થાય એટલે શક્ય હોય એટલા નોટિફિકેશન્સને ઓફ રાખો, જેથી એટલો સમય તમે મોબાઈલ ફોનથી દૂર રહો અને તમારો સ્ક્રીન ટાઈમ ઘટે.