Shukraditya Rajyog: આ ત્રણ રાશિના જાતકો પર 16મી ઓગસ્ટ બાદ થશે અપાર ધનવર્ષા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયે એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે પાંચ દિવસ બાદ ગ્રહોના રાજા સૂર્ય ગોચર કરવા જઈ રહ્યા છે. અહીંયા તમારી જાણ માટે કે સૂર્યને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કુલ 30 દિવસનો સમય લાગે છે અને સૂર્યને એક રાશિચક્ર પુરું કરવા એક વર્ષનો સમય લાગે છે. 16મી ઓગસ્ટના સૂર્ય સ્વરાશિ સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાંથી જ ગ્રહોના સેનાપતિ અને ધનના કારક શુક્ર બિરાજમાન છે. સિંહ રાશિમાં સૂર્ય પ્રવેશ કરતાંની સાથે જ શુક્ર સાથે તેમની યુતિ થઈ રહી ચ3 અને શુક્રદિત્ય યોગ (Shukraditya Rajyog) બની રહ્યો છે, આવી સ્થિતિમાં અમુક રાશિના જાતકોને વિશેષ લાભ થશે. ચાલો જાણીએ ભાગ્યશાળી રાશિઓ વિશે-
શુક્રાદિત્ય યોગને જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગના કારણે અનેક રાશિના લોકોને વિશેષ ફળ મળે છે. કેટલીક રાશિઓના માન-સન્માનમાં વધારો થાય છે. ધનનો પ્રવાહ વધે છે અને વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.
સિંહ:
સિંહ રાશિમાં જ સૂર્ય અને શુક્રની યુતિ થવાથી બની રહેલા રાજયોગનો સિંહ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. આ રાશિના લોકો માટે આ યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે. આ સમયગાળા દરમિયાન આ લોકો ભાગ્યનો સાથ આપશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. અને લગ્નજીવનમાં આવી રહેલા અવરોધો દૂર થશે. નોકરી કરી રહેલા લોકોને નવી નોકરીની ઓફર મળી શકે છે. પાર્ટનરશીપમાં કામ કરવું સારું રહેશે, સમાજમાં તમને માન-સન્માન મળશે. વૈવાહિ જીવન સુખમય રહેશે. શેર માર્કેટમાં સારું વળતર મળતા મન પ્રસન્ન રહેશે.
આ પણ વાંચો :Astrology: આજે દ્વીપુષ્કર યોગ સહિત અનેક શુભયોગ, આ પાંચ રાશિનું તો ભાગ્ય ખુલી જશે
વૃષભ:
શુક્ર અને સૂર્યની યુતિ આ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખોલશે. આ સમયે આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ આપશે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓને આ સમયગાળા દરમિયાન વિશેષ લાભ મળશે. ધન કમાવવા માટે નવા નવા સ્રોત ઊભા થશે. જો તમે તમારા વ્યવસાયને વિસ્તારવાનું વિચારી રહ્યા છો, તો એના માટે આ એકદમ અનુકૂળ સમય છે. તમારી તમામ ઈચ્છા પૂરી થતાં ખુશીનો પાર નહીં રહે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને ટ્રાન્સફર મળી શકે છે. આ સમયગાળા દરમિયાન તમે પ્રવાસ પર જઈ શકો છો.
વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકો માટે સિંહ રાશિમાં શુક્ર અને સૂર્યની યુતિથી બની રહેલો શુક્રાદિત્ય રાજયોગ ફાયદાકારક રહેશે. આ સમયે તમને નોકરી તેમ જ વેપારમાં સફળતા મળશે. નોકરી શોધી રહેલા લોકોને સારી નોકરી મળી શકે છે. આવકમાં વૃદ્ધિ થશે, પૈસા કમાવવાની નવી નવી તકો ઉપલબ્ધ થશે. વેપારી વર્ગને મળી મોટો ઓર્ડરથી મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ રહેશે.