ઈજા અંગે ખુદ શ્રેયસ અય્યરે આપી મોટી અપડેટ! જાણો ક્યારે ક્રિકેટના મેદાનમાં પરત ફરશે

મુંબઈ: ગત શનિવારે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI દરમિયાન કેચ પકડવાના પ્રયાસમાં ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યરને પાંસળીમાં ઈજા થઇ હતી. સ્પ્લિનમાં આંતરિક રક્તસ્ત્રાવ થઇ રહ્યો હોવાની જાણ થતા, તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો, તેની ઈજા જીવલેણ હોવાના અહેવાલો મળતા ચાહકોમાં ચિંતા ફેલાઈ હતી. એવામાં શ્રેયસ ઐયરે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જાણકારી આપી છે કે તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેણે ચાહકોનો આભાર માન્યો.
શ્રેયસ અય્યર હાલ સિડનીની હોસ્પિટલમાં દાખલ છે, તેના જીવને હવે કોઈ જોખમ નથી. BCCI મેડિકલ ટીમ સતત દેખરેખ રાખી રાહી છે.
ચાહકોનો આભાર માન્યો:
શ્રેયસ ઐયરે ઇન્સ્ટાગ્રામ અને X પર એક પોસ્ટ કરીને લખ્યું કે તે સ્વસ્થ થઇ રહ્યો છે અને દરરોજ સ્વાસ્થ્ય સુધારી રહ્યું છે. તેણે સમર્થન માટે ચાહકોનો આભાર માન્યો. તેણે કહ્યું, “મારા માટે પ્રાર્થનામાં કરવા બદલ આભાર.”
— Shreyas Iyer (@ShreyasIyer15) October 30, 2025
ફરી ક્યારે ક્રિકેટના મેદાનમાં દેખાશે:
શ્રેયસ ઐયરને તાજેતરના ODI ટીમનો વાઈસ કેપ્ટન બનવવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ શ્રેયસ ઐયરને ક્રિકેટ રમવા પુરતું સ્વસ્થ થવામાં સમય લાગી શકે છે. અહેવાલ મુજબ તે ઓછામાં ઓછા બે મહિના ક્રિકેટથી દુર રહેશે.
અહેવાલ મુજબ શ્રેયસ ઐયરને આગામી મહિને દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનારી ત્રણ મેચની ODI સિરીઝમાંથી બહાર રાખવામાં આવશે. જાન્યુઆરી 2026માં ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI સિરીઝમાં પણ તે રમી શકે એ નક્કી નથી.
ફેબ્રુઆરી 2026માં આયોજિત T20 વર્લ્ડ કપ માટેની ટીમમાં જગ્યા બનાવવી પણ શ્રેયસ માટે મુશ્કેલ હશે, કેમ કે તેને પુરતી પ્રેક્ટીસ કરવાનો સમય સમય નહીં મળે. ત્યાર બાદ IPL 2026મેં શ્રેયસ રમતો જોવા મળી શકે છે.
2026ના જુલાઈમાં મહિનામાં ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ રમવા ઇંગ્લેન્ડ જશે, આ દરમિયાન શ્રેયસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી શકે છે.
આપણ વાંચો: IND-W vs AUS-W સેમિફાઇનલ; ટીમ ઇન્ડિયા બદલો લેવા તૈયાર! આજે ક્યારે અને ક્યાં જોઈ શકશો મેચ



