દિવાળી પર શોપિંગ કરો છો? આ પાંચ ભૂલો ભૂલથી પણ ના કરશો…
દિવાળીનો તહેવાર નજીકમાં જ છે અને લોકો મન મૂકીને ઓનલાઈન- ઓફલાઈન શોપિંગ કરી રહ્યા છે. પરંતુ શું તમને એ વાતનો અંદાજો છે કે આ બધું કરતી વખતે તમે અજાણતામાં જ કેટલીક એવી ભૂલો કરી રહ્યા છો કે જેને કારણે તમને પાસ્તાવવાનો વારો આવી શકે છે.
આજે અમે અહીં તમને કેટલાક એવા મુદ્દાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને અનુસરીને તમે એમાંથી બચી શકો છો. ખરીદીની સાથે સાથે આ દિવાળી પર સેવિંગ તમે કઈ રીતે કરી શકો છો. આ માટે તમારે અહીં જણાવવામાં આવેલી આ પાંચ ભૂલોને સંપૂર્ણપણે ટાળવી જોઈએ તો જ તમે મુશ્કેલીમાં મૂકાતા બચી શકો છો.
વધુ પડતો ખર્ચ કરવાનું ટાળો:
તહેવારોની તૈયારી કરતી વખતે અને એમાં ખાસ કરીને દિવાળીની તૈયારી કરતી વખતે ઘણી વખત આપણે આપણા બજેટ કરતાં વધુ શોપિંગ કરી બેસીએ છીએ અને પરિણામે આ દિવાળી પર ઓવરબજેટ જઈને શોપિંગ કરવાનું ટાળો.
બચત તરફ ધ્યાન ના આપવું…:
આપણે વારે-તહેવારે અરે તહેવાર છે ચાલ્યા કરે એવું વિચારી સેવિંગ્સ પર ધ્યાન આપવાનું છોડી દઈએ છીએ. પરંતુ આવું બિલકુલ ના કરવું જોઈએ. આપણે જે પ્રમાણે દર મહિને સેવિંગ કરતાં હોઈએ છીએ એ જ રીતે વારે-તહેવારના મહિનામાં પણ સેવિંગ ચાલું જ રાખવી જોઈએ.
ક્રેડિટ કાર્ડનો વધારે પડતો ઉપયોગ:
ઘણી વખત આપણે ખરીદી કરતી વખતે આપણા ક્રેડિટ કાર્ડનો વધુ પડતો ઉપયોગ કરીએ છીએ. તમારે આ બિલકુલ કરવાની જરૂર નથી. તેના બદલે, દિવાળી પર પણ તમારું માસિક ક્રેડિટ કાર્ડનું બજેટ એકસરખું રાખવું પડશે. નહિંતર, ક્રેડિટ કાર્ડ ખર્ચ તમને પાછળથી દેવામાં ફસાવશે.
મોલભાવ કરવાનું છોડશો નહીંઃ
આપણામાંથી ઘણા લોકો ભાવતાલ કરવામાં પાછળ પડે છે અને ઘણા લોકો એવું વિચારીને ભાવતાલ નથી કરતાં કે જવા દોને કમાવવાનો દિવસ છે. પરંતુ આ સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. આ જ એ સમય છે કે જ્યારે બજારમાં વસ્તુઓ ફેંકી દેવાના ભાવે વેચાય છે. તમારે એક સ્માર્ટ ગ્રાહકની જેમ વર્તવું પડશે અને ખરીદી કરતી વખતે સારી રીતે સોદો કરવો પડશે.
વધારે પડતી શોપિંગથી બચો…
આ એક એવું કારણ છે કે જેને કારણે મોટાભાગની સમસ્યાઓનું કારણ બને છે અને તમારે આ ભૂલનું પુનરાવર્તન કરવાનું ટાળવું જોઈએ. વિચાર કર્યા વિના કે પછી એક્સાઈટમેન્ટમાં આવીને ખરીદી કરવાનું ટાળો. આ હંમેશા ટાળવું જોઈએ. આ તમારા અતિશય ખર્ચ, ક્રેડિટ કાર્ડનો વધુ પડતો ઉપયોગ અને બચતની ઉપેક્ષાને અસર કરે છે.