Ambani Familyની આ ત્રીજી વહુને ઓળખો છો? સુંદરતામાં શ્લોકા અને રાધિકાને પણ આપે છે ટક્કર… | મુંબઈ સમાચાર

Ambani Familyની આ ત્રીજી વહુને ઓળખો છો? સુંદરતામાં શ્લોકા અને રાધિકાને પણ આપે છે ટક્કર…

અંબાણી પરિવાર દેશ જ નહીં પણ દુનિયાનો એક માત્ર એવો પરિવાર છે જે સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતો રહે છે, પછી એ નીતા અંબાણીની વાત હોય કે મુકેશ અંબાણી હોય કે પછી ફેમિલીની યંગ બ્રિગેડ આકાશ અંબાણી, ઈશા અંબાણી, આકાશ અંબાણી હોય પરિવારની વહુઓ શ્લોકા મહેતા કે રાધિકા મર્ચન્ટ કેમ ના હોય? આજે અમે તમને અંબાણી પરિવારની એ વહુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લાઈમલાઈટથી દૂર રહે છે, પણ તેમ છતાં સુંદરતા અને સ્ટાઈલની બાબતમાં અંબાણી પરિવારની તમામ લેડિઝ ક્લબને મ્હાત આપે છે. ચાલો જોઈએ કોણ છે આ અંબાણી પરિવારની આ વહુ-

અહીં અમે વાત કરી રહ્યા છીએ અનિલ અંબાણી અને ટીના મુનિમ-અંબાણીની વહુ કૃષા શાહ વિશે. કૃષાનો સાદગીપૂર્ણ અવતાર અને સુંદરતા તમારું મન મોહી લેશે. કૃષા શાહના લગ્ન અનિલ અંબાણી અને ટીના મુનિમના દીકરા જય અનમોલ અંબાણી સાથે થયા છે. કૃષા અને જય અનમોલ પહેલાં બંને મિત્રો હતા.

આપણ વાંચો: કેટલું હતું અંબાણી પરિવારના ઘરનું પહેલું ઈલેક્ટ્રિસિટી બિલ? આંકડો સાંભળીને….

ધીરે ધીરે બંનેની મિત્રતા ગાઢ બની અને બંને જણે લગ્ન કરી લીધા. આ કપલે કોઈ પણ પ્રકારના શો-શાઈનિંગ વિના એકદમ સાદાઈથી પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કરી લીધા હતા. આ લગ્નની એટલી ચર્ચા નહોતી થઈ જેટલી આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણીના લગ્નની થઈ હતી.

કૃષા શાહ પણ એક ખૂબ જાણીતા અને મોટા પરિવારમાંથી આવે છે. કૃષા નિકુંજ શાહ અને નિલમ શાહની સૌથી નાની દીકરી છે. નિકુંજ શાહ નિકુંજ એન્ટરપ્રાઈઝેસના માલિક હતા.

આપણ વાંચો: અંબાણી પરિવારમાં આ શું ચાલી રહ્યું છે? Anant પહોંચ્યો દ્વારકા તો Akash Ambani…

2021માં પિતાના નિધન બાદ કૃષાએ પિતા મિશાલ શાહ સાથે ફેમિલી બિઝનેસ સંભાળે છે. અનિલ અંબાણી અને ટીના અંબાણીની વહુ કૃષા શાહે બિઝનેસ વર્લ્ડમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરશે. અહીંયા તમારી જાણ માટે કે કૃષાનો જન્મ મુંબઈમાં થયો છે.

વાત કરીએ કૃષાની સુંદરતા અને સ્ટાઈલ વિશે તો તે નીતા અંબાણીની વહુઓ રાધિકા મર્ચન્ટ અને શ્લોકા મહેતા કરતાં પણ વધારે સુંદર દેખાય છે. બોલીવૂડની હીરોઈન પણ કૃષાની સુંદરતા સામે પાની કમ ચાય જેવી લાગે છે. તમે પણ ના જોઈ હોય કૃષાની એક ઝલક તો અહીં ચોક્કસ જોઈ લેજો હં ને?

સંબંધિત લેખો

Back to top button