આકાશ અંબાણી માટે શ્લોકા મહેતાએ પ્લાન કરી ખાસ સરપ્રાઈઝ ગિફ્ટ, બોક્સ ખુલતાં જ…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે અને આ પરિવારમાં કોઈ તહેવાર હોય કે પછી ફેમિલી ફંક્શન ઉજવણી તો એવી થાય કે જોનારાઓ જોતા રહી જાય. હાલમાં જ આખો અંબાણી પરિવાર જામનગર ખાતે આકાશ અંબાણી અને ઈશા અંબાણીનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા પહોંચ્યો હતો.
અંબાણી ટ્વીન્સ બેબીના બર્થડે પર અનેક લોકોએ શુભેચ્છા અને ગિફ્ટ્સ આવ્યા હતા, પરંતુ સૌથી વધુ ચર્ચા તો અંબાણી પરિવારના વહુરાણી શ્લોકા મહેતાના ગિફ્ટની થઈ રહી છે. શ્લોકાએ પતિ આકાશને બર્થડે પર એવી ગિફ્ટ આપી હતી કે લોકો જોતા રહી ગયા હતા.
આપણ વાચો: 60 વર્ષે Nita Ambaniનો નવરાત્રિ લૂક જોયો કે? રાધિકા મર્ચન્ટ કે શ્લોકા મહેતા જોશે તો…
શ્લોકા મહેતાએ આકાશ અંબાણીને ખાસ અંદાજમાં બર્થડે વિશ કર્યું હતું અને સ્પેશિયલ ગિફ્ટ પણ આપી હતી. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં આકાશ અને ઈશાના આ ખાસ દિવસને વધારે ખાસ બનાવવા માટે ડ્રોન શો જોવા મળી રહ્યો છે. તમારી જાણ માટે કે આ આખો ડ્રોન શો શ્લોકા મહેતાએ અરેન્જ કર્યો હતો.
શ્લોકાએ આ ડ્રોન શોમાં આકાશના બાળપણથી લઈને તેની સ્કુલિંગ, લગ્ન, લાઈફસ્ટાઈલ, તેનું ગમતું સ્પોર્ટ્સ વગેરેને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. આ શોના અંતમાં આખા અંબાણી પરિવારને સાથે પણ દેખાડવામાં આવ્યો છે. શ્લોકાનું આ સુંદર સરપ્રાઈઝ આકાશ અને ઈશા બંનેને ખૂબ જ પસંદ આવ્યું છે.
આપણ વાચો: દ્વારકાધિશ મંદિરે આ અંદાજમાં દર્શન કરવા પહોંચી શ્લોકા મહેતા, યુઝર્સે કહ્યું ભાઈ આ તો…
સોશિયલ મીડિયા પર આ ડ્રોન શોનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. યુઝર્સ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે વાહ જન્મદિવસ હોય તો આવો. બીજા એક યુઝરે લખ્યું હતું કે શું પ્રેઝેન્ટેશન તૈયાર કર્યું છે. ત્રીજા એક યુઝરે લખ્યું છે કે લાગે છે આ સરપ્રાઈઝ ખાસ આકાશ માટે તૈયાર કરવામાં આવ્યું છે. આકાશ અને શ્લોકાની જોડી એકદમ બેસ્ટ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આકાશ અને શ્લોકાની વાત કરીએ તો બંને બાળપણના મિત્રો હતા. બંનેએ સાથે જ સ્કુલિંગ અને ગ્રેજ્યુએશન કર્યું. આ દરમિયાન જ બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી અને આકાશે શ્લોકાને લગ્ન માટે પ્રપોઝ કર્યું. આખરે આકાશ અને શ્લોકાએ 2019માં લગ્ન કરી લીધા અને બંનેને બે બાળકો પણ છે.
 
 
 
 


