શરદ પૂર્ણિમા: જાણો પૂજાનું શુભ મુહૂર્ત, વિધિ અને તેનું ધાર્મિક મહત્વ | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

શરદ પૂર્ણિમા: જાણો પૂજાનું શુભ મુહૂર્ત, વિધિ અને તેનું ધાર્મિક મહત્વ

શરદ પૂર્ણિમા, જેને કોજાગરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ હિંદુ ધર્મમાં એક વિશેષ મહત્વ ધરાવે છે, જેમાં ચંદ્રમા 16એ કળાએ ખીલી પૂર્ણ પ્રકાશમાન થઈને અમૃત જેવી ચાંદની વરસાવે છે. આજે 6 ઓક્ટોબરના સોમવારે આ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જેમા ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ચંદ્રદેવની પૂજાનું અનન્ય મહત્વ છે. માન્યતા છે કે આ રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને જાગૃત ભક્તોને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે, જ્યારે એવી માન્યતા છે કે, આજે ભગવાન કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા કરે છે.

આજે દિવસે શરદ પૂર્ણમાનો તહેવાર 12:23 વાગ્યાથી શરૂ થશે. જ્યારે 7 ઓક્ટોબરના સવારે 9:16 વાગ્યા સુધી ચાલશે. શરદ પૂર્ણિમા પર ચંદ્રોદય સાંજે 5:47 વાગ્યે થશે. આજના દિવસે પૂજા માટેના શુભ મુહૂર્તમાં બ્રહ્મ મુહૂર્ત સવારે 4:53 થી 5:42 સુધી, અભિજિત મુહૂર્ત બપોરે 12:03 થી 12:50 સુધી, વિજય મુહૂર્ત બપોરે 2:25 થી 3:13 સુધી, ગોધૂળિ મુહૂર્ત સાંજે 6:23 થી 5:47 સુધી, અમૃત કાળ રાત્રે 11:40 થી 01:07 સુધી (7 ઓક્ટોબર) અને નિશીથ મુહૂર્ત મધરાતે 12:02 થી શરૂ થશે.

શરદ પૂર્ણિમાની પૂજા વિધિ

આજના દિવસે પૂજા શરૂ કરતા પહેલા સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરો અને પૂજા સ્થળને સ્વચ્છ કરીને દીપક પ્રગટાવો. પંચોપચાર પૂજનમાં ચંદન, દીપ, ધૂપ, નૈવેદ્ય અને પુષ્પ અર્પણ કરો, જેમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના કરો. રાત્રે ચંદ્રદેવને જળ, દૂધ અને અનાજ અર્પણ કરો, તેમજ ખીરને ચાંદનીમાં મૂકીને બીજા દિવસે દેવીને અર્પણ કરો. આરતી કર્યા પછી ભોગ અર્પણ કરીને પ્રસાદ વહેંચો.

ચંદ્રદેવની પૂજા અને અર્ઘ્ય વિધાન

ચંદ્રદેવને જળ, દૂધ અને અક્ષત અર્પણ કરો અને માળા ફેરવતા “ઓમ્ સોમ સોમાય નમઃ” મંત્રનો જાપ કરો. તેમને ખીર અર્પણ કરીને પૂજા પૂર્ણ કરો. આ વિધાનથી ચંદ્રદેવ પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે.

શરદ પૂર્ણમાના વ્રત, ઉપાય અને લાભ

આ દિવસે વ્રત રાખીને રાતભર જાગરણ કરો, ગરીબોને ભોજન અને વસ્ત્રોનું દાન કરોનો અનેરો મહિમા છે. ચાંદીના વાસણમાં ખીર મૂકીને ચાંદનીમાં રાખો અને માતા લક્ષ્મીના મંત્ર “ઓમ્ મહાલક્ષ્મ્યૈ ચ વિદ્મહે વિષ્ણુપત્ન્યૈ ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત્”નો જાપ કરવાથી લક્ષ્મીમાની કૃપા ઘર પર બની રહેશે. આયુર્વેદમાં શરદ પૂર્ણિમાની ચાંદનીને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે, જે અસ્થમા જેવી બીમારીઓમાં ફાયદાકારક છે, અને આ ચાંદનીમાં રાખેલી ખીર અસ્થમા રોગીઓને આપવી ખૂબ લાભદાયી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button