સ્પેશિયલ ફિચર્સ

તમારા ખિસ્સામાં રહેલી 500 રૂપિયાની નોટના આ સિક્રેટ્સ જાણો છો? પછી કહેતાં નહીં કે કીધું નહોતું…

500 રૂપિયાની નોટ તો આપણા તમામ લોકોના ખિસ્સામાં કે વોલેટમાં જોવા મળે છે અને ભારતીય ચલણની આ સૌથી વધુ મૂલ્ય ધરાવતી નોટ પણ છે. આ પહેલાં 2000 રૂપિયાની નોટ ભારતીય ચલણની સૌથી વધુ મૂલ્ય ધરાવતી નોટ હતી, પરંતુ સરકારના નિર્ણય બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ આ નોટ ચલણમાંથી પાછી ખેંચી લીધી હતી. ખેર, આજે આપણે વાત કરીએ 500 રૂપિયાની નોટ પરના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ફોટોમાં જોવા મળતી શાલમાં રહેલાં સિક્રેટ કોડની. ચોંકી ઉઠ્યા ને? તમે પણ આ કોડ નહીં જ નોટિસ કર્યો હોય અત્યાર સુધી, ચાલો તમને જણાવીએ શું છે આ સિક્રેટ કોડ અને તેના ઈમ્પોર્ટન્સ વિશે…

500 રૂપિયાની ચલણી નોટ આપણે આપણા રોજબરોજના જીવનમાં અનેક વખત લેતા, મુકતા અને જોતા હોઈએ છીએ, પણ શું તમને ખબર છે કે આ 500 રૂપિયાની નોટ પર જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો ફોટો જોવા મળે છે એમાં તેમની શાલ પર એક ખાસ સિક્રેટ કોડ લખેલો હોય છે? આમ તો 500 રૂપિયાની નોટ પર અનેક વસ્તુઓ લખવામાં આવી હોય છે જેના પરથી એ નોટ અસલી છે કે નકલી એ જાણી શકાય છે. પણ આ સિક્રેટ કોડ વિશે લગભગ કોઈને નથી ખબર.

જો તમે પણ ધ્યાનથી જોયું હશે તો 500 રૂપિયાની નોટ પર રાષ્ટ્રપિતા ગાંધીજીએ પહેરેલી શોલ પર એક કોડ લખવામાં આવ્યો હોય છે. આ કોડ સરળતાથી નજરે નથી પડતો અને તમારે એને ખૂબ જ બારીકાઈથી ધ્યાનપૂર્વક જોવું પડે છે તો જ દેખાય છે. મળતી માહિતી અનુસાર ગાંધીજીની શાલની અંદર હિંદીમાં ભારત અને અંગ્રેજીમાં ઈન્ડિયા લખેલું હોય છે.

મહાત્મા ગાંધીજીની શાલમાં જોવા મળનારા આ કોડ સિવાય બીજી પણ અનેક વસ્તુઓ આ 500 રૂપિયાની નોટ પર છપાયેલી હોય છે જેમ કે નોટ પર જે 500 લખેલું હોય છે એનો રંગ પણ અનેક વખત ડાર્ક કે લાઈટ કરવામાં આવે છે. જેથી કોઈ પણ નોટની બનાવટને કોપી કરીને બનાવટી ચલણી નોટ ના બનાવી શકે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી ઈન્ટરેસ્ટિંગ અને અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ પણ વાંચો…ફાટેલી કે જૂની નોટ બદલાવવાને લઈને શું છે RBIનો નિયમ? ક્યાં અને કઈ રીતે બદલાવી શકાય…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button