નવરાત્રીનાં બીજે દિવસે કરો જ્ઞાન અને તપની દેવી બ્રહ્મચારિણીની આરાધના; જાણો પૂજા, મંત્ર….

આજે ચૈત્ર નવરાત્રિનો (Chaitri Navratri) બીજો દિવસ છે અને બીજા દિવસે દેવી દુર્ગાના મા બ્રહ્મચારિણી સ્વરૂપની (Devi Brahmcharini) પૂજા કરવામાં આવે છે. આ દિવસે તેમની પૂજા કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. માતા બ્રહ્મચારિણીને જ્ઞાન, તપ અને ત્યાગની દેવી માનવામાં આવે છે. બ્રહ્મા એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર. એવું માનવામાં આવે છે કે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવાથી ત્યાગ, નૈતિકતા અને સંયમની ભાવના વધે છે.
કેવી રીતે પડ્યું નામ બ્રહ્મચારિણી?
માતા બ્રહ્મચારિણીને જ્ઞાન અને તપની દેવી કહેવામાં આવે છે. માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. માતા બ્રહ્મચારિણી સફેદ સાડી ધારણ કરે છે. તેમના જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડલુ છે. શાસ્ત્રો અનુસાર, નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી વ્યક્તિને વિવિધ રોગોથી મુક્તિ મળે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે માતા બ્રહ્મચારિણીની પૂજાથી ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે. યમ અને નિયમના બંધનમાંથી મુક્તિ મળે છે. ભગવતીએ બ્રહ્મ પ્રાપ્તિ માટે તપસ્યા કરી હતી, તેથી તેમનું નામ બ્રહ્મચારિણી પડ્યું.
આ પણ વાંચો: નર્મદા પરિક્રમા જેટલુ ફળ આપનારી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા; આ તારીખથી થશે શરૂ….
શુભ રંગ
દેવી બ્રહ્મચારિણીનો પ્રિય રંગ સફેદ છે. દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે, આ દિવસે તેમને સફેદ ફૂલો અર્પણ કરવા જોઈએ.
પ્રિય ભોગ
નવરાત્રીના બીજા દિવસે, મા બ્રહ્મચારિણીને ખીર, બરફી, ખાંડ અને પંચામૃત અર્પણ કરી શકો છો. આ દિવસે તમે પૂજા દરમિયાન સફેદ રંગના કપડાં પહેરી શકો છો.
બીજ મંત્રનો કરો જાપ
નવરાત્રીના બીજા દિવસે, દેવી બ્રહ્મચારિણીને પ્રસન્ન કરવા માટે તેમના બીજ મંત્ર ‘ह्रीं श्री अम्बिकायै नमः’નો 108 વાર જાપ કરો. તે ઉપરાંત ‘या देवी सर्वभूतेषु माँ ब्रह्मचारिणी रूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ।।’ મંત્રનો જાપ કરવાને શુંભ માનવામાં આવે છે.