અલવિદા ‘સ્ટેચ્યુ મેન’: શિલ્પકાર રામ વી. સુતારના આ સૌથી યાદગાર શિલ્પો વિશે જાણો છો?

દેશના જાણીતા અને કુશળ શિલ્પકાર રામ વી. સુતારનું બુધવારે મોડી રાતે 100 વર્ષની વયે નિધન થયું હતું. આધુનિક ભારતીય શિલ્પકળાના મહાન કલાકાર એવા રામ સુતારે સાત દાયકા કરતાં પણ લાંબા પોતાના કરિયરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત દેશભરમાં અનેક પ્રતિષ્ઠિત મૂ્ર્તિઓ અને સ્મારકનું નિર્માણ કર્યું છે, જેનાથી મોટાભાગના લોકો અજાણ છે. રામ વી. સુતારે દેશના સાર્વજનિક કળા પારિદ્રશ્યને પરિભાષિત કરી અને ભારતીય શિલ્પકળાને વૈશ્વિક માન્યતા અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ચાલો જોઈએ, રામ વી. સુતારની બીજી જાણીતી કળાકૃતિઓ…
સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના અનેક મહત્ત્વના શિલ્પોના શિલ્પકાર રામ વી. સુતાર લોકોમાં સ્ટેચ્યુ મેન તરીકે પંકાયેલા હતા. તેમણે ભારતીય શિલ્પકળાને દુનિયાભરમાં ખ્યાતિ અપાવવાનું ભગીરથ કામ કર્યું છે. કાંસા અને પથ્થર પરની તેમની અદ્વિતીય પકડ માટે દેશ જ નહીં પણ વિદેશમાં પણ ભરપૂર માન મળ્યું હતું. એક નજર કરીએ આ મહાન શિલ્પકારની એક બીજી લાક્ષણિક, સુંદર કળાકૃતિ પર.
અર્જુનની પ્રતિમા, કુરુક્ષેત્ર (હરિયાણા)
હરિયાણાના કુરૂક્ષેત્ર સ્થિત બ્રહ્મ સરોવર સ્થિત સ્થાપિત કરવામાં આવેલી અર્જુનની ભવ્ય મૂર્તિ દેશના મહાન શિલ્પકાર રામ સુતાર દ્વારા જ બનાવવામાં આવી છે. આ પ્રતિમા મહાભારતના વીર અર્જુનના સાહસ અને કર્તવ્યબોધને દર્શાવે છે. ભારતીય મૂર્તિકળાની આ કૃતિ કુરૂક્ષેત્રની ઐતિહાસિક ઓળખ અને કુરૂક્ષેત્રની ઓળખ બની ચૂકી છે.

પૂજ્ય બાપુની પ્રતિમા, નવી દિલ્હી
નવી દિલ્હીના સંસદ ભવનના પરિસરમાં સ્થાપિક 16 ફૂટ ઊંચી પૂજ્ય ગાંધી બાપુજીની કાંસાની પ્રતિમાની સ્થાપના 1993માં કરવામાં આવી હતી. આ પ્રતિમા પણ રામ વી સુતાર દ્વારા બનાવવામાં આવી હતી. પ્રતિમામાં દેશભક્તિ, નેતૃત્વ અને લોકતાંત્રિક મૂલ્યોના પ્રતિક દર્શાવવામાં આવ્યા છે. આ પ્રતિમા સંસદ ભવનના મુખ્ય પ્રવેશદ્વારા પર રાખવામાં આવી છે.

પંડિત જવાહરલાલ નહેરુની પ્રતિમા, નવી દિલ્હી
નવી દિલ્હીના સંસદ ભવન પરિસરમાં જ પૂજ્ય ગાંધી બાજુની સાથે સાથે પંડિત જવાહરલાલ નહેરુની 18 ફૂટની કાંસાની પ્રતિમા મૂકપવામાં આવી છે. આ પ્રતિમા આધુનિક ભારતના નિર્માતા ગણાતા નહેરુજીના વ્યક્તિત્વ અને નેતૃત્વને દર્શાવે છે. કાંસામાંથી બનાવવામાં આવેલી પ્રતિમા ભારતીય મૂર્તિકળાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ માનવામાં આવે છે. સંસદ પરિસરમાં લોકતંત્ર, વિચારોની સ્વતંત્રતા અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાનું પ્રતિક છે આ પ્રતિમા.

લતા મંગેશકરની યાદમાં વીણાની પ્રતિમા
લતા મંગેશકર ચૌક પર સ્થાપિત વીણાની પ્રતિમા ભારતના કોકિલકંઠી લત્તા મંગેશકરજીના સંગીત પ્રત્યેના પ્રેમને સમર્પિત છે. આ ભવ્ય કળાકૃતિનું નિર્માણ પર દેશના પ્રસિદ્ધ શિલ્પકાર રામ સુતાર દ્વારા બનાવવામાં આવી છે. વીણાના રૂપમાં બનાવવામાં આવેલી આ પ્રતિમા ભારતીય સંગીત પરંપરા, સાધના અને સૂરોના અમર વારસાનું પ્રતિક માનવામાં આવે છે.

છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા, નવી દિલ્હી
નવી દિલ્હીના સંસદ ભવન પરિસરમાં જ સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા પણ રામ વી. સુતાર દ્વારા બનાવવામાં આવી છે. શિવાજી મહારાજની આ પ્રતિમા શિવાજી મહારાજના સાહસ, નેતૃત્વ અને સ્વરાજ્યની ભાવનાને દર્શાવે છે. સંસદ પરિસરમાં ભારતના ગૌરવશાળી ઈતિહાસ અને રાષ્ટ્રનાયકોના સમ્માનનુા પ્રતિક સમાન છે.

સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ, કેવડિયા
ગુજરાતના કેવડિયા સ્થિત સરકાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય શિલ્પકારના રૂપમાં તેમને દુનિયાભરમાં ખ્યાતિ અપાવી. આ પરિયોજનાના માધ્યમથી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ થયું અને તેમને વિશાળ શિલ્પકળામાં મહારત ધરાવતા કલાકાર તરીકે સ્થાપિત કર્યા હતા.

આ પણ વાંચો…સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, પથ્થરોમાં ફૂંકતા હતા પ્રાણ



