ન્યૂઝ પેપરના નાના રંગીન ડોટ્સ પાછળ છુપાયેલું છે મોટું વિજ્ઞાન, જાણો શું છે રહસ્ય

ડિજિટલ યુગમાં હવે સમાચારથી ન્યૂઝ પેપર સુધી તમામ વસ્તુ મોબાઈલ ફોન પર મળતી થઈ ગઈ છે. પરંતુ આમ છતા ન્યૂઝ પેપર કે પછી છાપ અને અખબાર તરીકે ઓળતા હાર્ડ કોપી ન્યૂઝ પેપરનો સમય આજ સુધી પણ બદલાયો નથી. છાપાનુ ઘણા લોકોનું ખાસ જોડાણ હોઈ છે.
ખાસ કરીને વડીલો માટે સવારનું અખબાર વાંચવાનું એક પરંપરાગત સુખ છે. આ તમામ વચ્ચે ઘણી વખત ઘણા લોકોએ પેપર નીચે આપેલા નાના ગોળ જોયા હશે પણ તેનું રહસ્યુ શુ છે તે જાણતા નહીં હોય. આજે આપણે જાણીશું કે છાપામાં નીચેની બાજું જોવા મળતા નાના રંગીન ગોળાઓનું શું રહસ્યા છે. તેની પાછળની ટેકનિકલ વાતોને રસપ્રદ બનાવે છે.
છાપ પર આવતા નાના ગોળ આખા છાપામાં કઈક અલગ દેખાઈ આવતા હોય. ઘણા લોકોને આ ગોળા આપવાનું કારણ ખરબ હોય છે, પરંતુ મોટા ભાગના વર્ગના લોકોને આ બાબતે જાણ હોતી નથી. તે ફક્ત સુંદરતા માટે નથી હતો. આ ગોળાઓ, જેને CMYK તરીકે ઓળખવામાં આવે છે, પ્રિન્ટિંગનું એક મહત્વનું ભાગ છે. આમાં Cyan (નીલો), Magenta (ગુલાબી), Yellow (પીળો) અને Black (કાળો) રંગોનો સમાવેશ થાય છે, જે દરેક તસવીર અને ટેક્સ્ટને જીવંત બનાવે છે. આ રંગોનું સંતુલન જ અખબારને આકર્ષક બનાવે છે.
પ્રિન્ટિંગ દરમિયાન મશીન દરેક રંગને અલગ પ્લેટથી પેજ પર ટ્રાન્સફર કરે છે. જ્યારે આ ચારેય રંગો ચોક્કસ રીતે એકબીજા પર ઓવરલેપ થાય છે, ત્યારે તસવીર સ્પષ્ટ દેખાય છે. જો રંગોની ગોઠવણીમાં ભૂલ થાય અથવા કોઈ ડોટ ખસી જાય, તો ચિત્ર બ્લર કે પછી ખરાબ થઈ શકે છે. આથી આ ગોળાઓ પ્રિન્ટર માટે એક માપકનું કામ કરે છે, જેથી રંગોના મિશ્રણ બરાબર થયા છે કે તે શોધી શકાય છે.
આ નાના રંગીન સર્કલ્સ દરેક પાને પર હોવાનું મુખ્ય કારણ છે કે તે પ્રિન્ટિંગની ગુણવત્તા જાળવવામાં મદદ કરે છે. જો કોઈ પેજમાં રંગોનું સંતુલન ખોરવાય, તો ટેકનિશિયન તરત જ મશીનને સુધારી શકે છે. આ નાની વિગતો અખબારની બનાવટને એક કલા અને વિજ્ઞાનનું મિશ્રણ બનાવે છે, જે તેને ખાસ બનાવે છે.
ડિજિટલ સમયમાં પણ અખબારની સુગંધ અને તેના પાનાંની ફેરવાણીનો આનંદ અનેકોને ખેંચે છે. આ ટેકનિકલ પ્રક્રિયા પાછળની મહેનત અને સૂઝ જ તેને માત્ર સમાચારનું માધ્યમ નહીં, પરંતુ એક કલાકૃતિ બનાવે છે.