SBI બેંકના ખાતાધારકો માટે આવ્યા મહત્ત્વના સમાચાર, 31મી માર્ચ સુધી…

દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટરની બેંક એસબીઆઈ (SBI)ના એકાઉન્ટ હોલ્ડર માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બેંક પોતાના કસ્ટમર્સને ખૂબ જ સારી ઓફર આપી રહી છે અને એસબીઆઈની આ ઓફરને કારણે તમે એક વર્ષ કે એના કરતાં થોડાક વધુ સમયમાં જ અમીર બની જશો. જો તમે પણ એક સુરક્ષિત રોકાણ માટે કોઈ બેસ્ટ ઓપ્શન શોધી રહ્યા છો
તો એસબીઆઈની આ સ્કીમ વિશે તમારે જાણી લેવું જોઈએ-
એસબીઆઈની ગણતરી દેશની સૌથી સુરિક્ષત બેંકોમાં કરવામાં આવે છે અને તમે પણ એફડી પર સારા ઈન્ટરેસ્ટની શોધમાં છો તો એસબીઆઈની આ સુવિધાઓ તમારા માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. આ સિવાય એસબીઆઈની કેટલીક ખાસ એફડી સ્કીમ્સ પણ રોકાણ માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. આ યોજનામાં રોકાણ કરવા માટે 31મી માર્ચ સુધીનો સમય છે તમારી પાસે… ચાલો જોઈએ શું છે આ સ્કીમ્સ…
Also read: SBI બેંકમાં ત્રાટક્યા તસ્કરો, લૉકર કાપીને 12.95 કરોડના સોનાના ઘરેણા ચોરી થઈ ગયા ફરાર
એસબીઆઈની અમૃત કલશ એફડી સ્કીમ
એસબીઆઈની આ અમૃત કલશ યોજનાઓ 400 દિવસ માટે છે અને એમાં સામાન્ય નાગરિકોને 7.10 ટકા અને સિનિયર સિટીઝન્સને 7.60 ટકા વ્યાજ મળી શકે છે. જો તમે ઓછા સમયમાં સારું એવું રિટર્ન મેળવવા માંગો છો તો આ સ્કીમ તમારા માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે.
એસબીઆઈ અમૃત વૃષ્ટિ એફડી સ્કીમ
એસબીઆઈની આ બીજી સ્કિમ 444 દિવસ માટેની છે. આ સ્કીમમાં સામાન્ય નાગરિકોને 7.25 ટકા વ્યાજ આપવામાં આવે છે અને જ્યારે આ જ સ્કીમમાં સિનિયર સિટીઝન્સને 7.55 ટકા વ્યાજ આપવામાં આવે છે. તમે આ યોજનામાં પણ 31મી માર્ચ સુધી રોકાણ કરી શકો છો.
આઈડીબીઆઈ બેંક ઉત્સવ કોલેબલ એફડી
આઈડીપીઆઈ બેંકની ઉત્સવ કોલેબલ એફડીનો કાર્યકાળ 555 દિવસનો છે. બેંક સામાન્ય નાગરિકો માટે 7.40 ટકા વ્યાજ આપે છે જ્યારે સિનિયર સિટીઝનને 7.90 ટકા વ્યાજ આપે છે. આ એફડી લાંબા સમય માટે રોકાણ કરવા ઈચ્છતા લોકો માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.