સ્પેશિયલ ફિચર્સ

બોલો ઓડીમાં શાકભાજી વેચવા આવે છે આ ફેરિયો…

ક્યારેય તમે કોઈ એવો શાકભાજી વેચનારો જોયો છે કે જે ઓડીમાં બેસીને શાકભાજી વેચવા આવ્યો હોય? સવાલ સાંભળીને જ એવું થયું કે ભાઈ ઓડી હોય તો શાકભાજી કેમ વેચવી પડે? પણ ભાઈ આવું થયું છે અને એ પણ ભારતના કેરળ રાજ્યમાં. આ ખેડૂતે પોતાની મહેનતથી સફળતા હાંસિલ કરી છે અને તે ઓડી એ-4માં સવાર થઈને બજારમાં શાકભાજી વેચવા આવે છે. સોશિયલ મીડિયા પર આ ખેડૂતનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

અખબારમાં પ્રકાશિત સમાચાર પ્રમાણે કેરળના આ ઓડીવાળા ખેડૂતનું નામ સુજિત છે અને તેણે મોર્ડન અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરીને નામ અને દામ બંને કમાવ્યા છે. લોકો જ્યારે સુજિતને રસ્તાની બાજુમાં ઓડી કાર ઊભી રાખીને શાકભાજી વેચતા જુએ છે ત્યારે દંગ રહી જાય છે.


સુજિત પોતાના વિસ્તારમાં ખૂબ જ ફેસમ છે અને સોશિયલ મીડિયા પર તેમની પ્રોફાઈલ છે અને તેના પર જે ખેતી, પાક અને કુશળ કારીગરોના ફોટા શેર કરે છે. આને કારણે તેની લોકપ્રિયતામાં વધારો થયો છે. સુજિતે જણાવ્યું હતું કે મારા જેવા અનેક યુવાન ખેડૂતો કોર્પોરેટ કલ્ચરની ચમકધમકને છોડીને ખેતી કરી રહ્યા છે અને તેમાં તેઓ સફળ પણ થઈ રહ્યા છે
.

ઈન્સ્ટાગ્રામ પર સુજિતના ઘણા બધા ફોટો અને વીડિયો છે પણ આ બધા વચ્ચે એક વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે જેમાં સુજિત પોતાની કાર લઈને શાકભાજી વેચવા જઈ રહ્યો છે. ત્યાર બાદ તે એક પ્લાસ્ટિક પાથરીને શાકભાજી વેચવા મૂકે છે. વીડિયોમાં એવું જોવા મળી રહ્યું છે કે જોત જોતામાં તેની શાકભાજી વેચાઈ જાય છે અને તે પાછો પોતાની કારમાં બેસીને નીકળી જાય છે.

મળી રહેલી માહિતી પ્રમાણે સુજિતે આ ઓડી સેકન્ડહેન્ડ ખરીદેલી અને આ કારની પણ પોતાની એક ખાસિયત છે. ઓડી એ-3 7.1 સેકન્ડમાં જ 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. પણ એક ખેડૂત જ્યારે આ કાર ખરીદવાની અને એને મેઈન્ટેઈન કરવાની હિંમત દેખાડે તો એ ખેડૂતની હિંમતને સલામ કરવી રહી…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button