સ્પેશિયલ ફિચર્સ

બોલો, ભારતની વ્હિસ્કીએ દુનિયામાં ડંકો વગાડ્યો

દારુના શોખીનો માટે સિંગલ મૉલ્ટ વ્હિસ્કી એ એક લક્ઝરી છે અને દુનિયાભરમાં એકથી ચઢિયાતી એક સિંગલ મૉલ્ટ મળી આવે છે અને તેની કિંમત પણ અધધ હોય છે, જે ક્યારેક લાખો રૂપિયા સુધી પણ પહોંચી જાય છે.

સિંગલ મૉલ્ટ વ્હિસ્કીના મામલામાં ભારતે આ વખતે એક ઇતિહાસ સર્જ્યો છે. ભારતના રાજસ્થાનમાં તૈયાર કરવામાં આવતી ગોડવાન સિંગલ મૉલ્ટ વ્હિસ્કીને દુનિયાની સૌથી શ્રેષ્ઠ સિંગલ મૉલ્ટ વ્હિસ્કીનું બિરૂદ પ્રાપ્ત થયું છે.

લંડનમાં યોજવામાં આવેલી 2024 લંડન સ્પિરિટ્સ કોમ્પિટીશનમાં ગોડવાન 100 અથવા તો ગોડવાન સેન્ચુરીને સિંગલ મૉલ્ટ કેટેગરીમાં સૌથી ટોચનું સ્થાન આપવામાં આવ્યું હતું. આ વ્હિસ્કીએ સ્પર્ધામાં સૌથી વધુ અંક મેળવ્યા હતા.

આપણ વાંચો: મહારાષ્ટ્રમાં જુગાર અને વ્હિસ્કી મુદ્દે રાજકીય ધમાલ, સોશિયલ મીડિયા પર છેડાયું ‘વર્ડ-વોર’

આ સ્પર્ધામાં દુનિયાભરની ટોચની સિંગલ મૉલ્ટ વ્હિસ્કી બનાવતી કંપનીઓએ ભાગ લીધો હતો, પરંતુ ગોડવાન સેન્ચુરીએ તેની મહેક, સ્વાદ અને અન્ય ક્ષેત્રમાં બધી જ અન્ય વ્હિસ્કીને પાછળ છોડીને મોખરાનું સ્થાન મેળવ્યું હતું.

ડિએગો ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવતી આ વ્હિસ્કીએ 100માંથી સૌથી વધુ 96 પોઈન્ટ મેળવ્યા હતા, જે અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. આ વ્હિસ્કીને રાજસ્થાનની સંસ્કૃતિ અને રાજસ્થાનની સુંદરતાથી પ્રેરણા લઇને બ્લેન્ડ કરવામાં આવી હોવાનું ડિએગોના સંસ્થાપકે જણાવ્યું હતું.

આ વ્હિસ્કીનું નામ અત્યંત દુર્લભ અને હાલ ખતમ થવાને આરે આવેલા પક્ષી ગોડવાનના સન્માનમાં રાખવામાં આવ્યું છે. આ પક્ષીની પ્રજાતિના ભારતમાં હવે 100 કરતાં પણ ઓછા પક્ષી જોવા મળે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button