બોલો, આઠ મહિના પછી આખરે એ ‘કબૂતર’ને મળી મુક્તિ, જાણો મામલો શું છે?

મુંબઈ: મુંબઈ પોલીસે આઠ મહિના પહેલા એક કબૂતરને ચીનની જાસૂસી કરવાના શંકામાં પકડ્યું હતું. આ મુદ્દે વિગતવાર તપાસ કરવામાં આવ્યા પછી જાસૂસી કરવાનું પુરવાર પણ થયું હતું. આમ છતાં હવે પોલીસે કબૂતરને છોડી મૂક્યું હોવાનું જાણવા મળ્યું હતું.
ચીન જાસૂસી માટે ઉપયોગ કરી રહ્યું છે એવી શંકા હેઠળ હોસ્પિટલમાં ‘કેદ’ કરવામાં આવેલા કબૂતરને પકડવામાં આવ્યા એના આઠ મહિના પછી છોડી મૂક્યું હોવાનું મુંબઈ પોલીસના અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈના પરેલ સ્થિત હોસ્પિટલમાં કબૂતરને આઝાદ કરવા માટે પોલીસની પરવાનગી માંગી હતી. આ મંજૂરી મળ્યા પછી મુક્ત કરવામાં આવ્યું હતું.
આ જાણકારી રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર્સ (આરસીએફ) પોલીસ સ્ટેશનના અધિકારીએ આપી હતી. ગયા વર્ષે મે મહિનામાં ચેમ્બુર ખાતે આવેલી પીરપાઉ જેટી પરથી આરસીએફ પોલીસ કબૂતરને કરવામાં આવી હતી. કબૂતરના પગ પર એક તાંબાની અને એક એલ્યુમિનિયમની એમ બે વીંટી બાંધવામાં આવી હતી.
કબૂતરની બંને પાંખની નીચે ચીનની ભાષાને મળતી આવતી લિપિમાં કશુંક લખવામાં આવ્યું હોવાનું પોલીસે કહ્યું હતું. ત્યાર બાદ આરસીએફ પોલીસે કેસ દાખલ કર્યો હતો અને હવે તપાસ પૂરી થઈ છે અને એના પરના આરોપ પડતા મૂકવામાં આવ્યા છે.