આ નવરાત્રિ, ઉપવાસમાં નહીં લાગે થાક! આ 6 ડ્રિંક્સ આપશે ભરપૂર શક્તિ અને તાજગી. | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

આ નવરાત્રિ, ઉપવાસમાં નહીં લાગે થાક! આ 6 ડ્રિંક્સ આપશે ભરપૂર શક્તિ અને તાજગી.

નવરાત્રિનો મહાપર્વ શરૂ થઈ ગયો છે, નવરાત્રિના તહેવાર દરમિયાન ભક્તો માં અંબાની આરાધના કરે છે, ભક્તો શક્તિને પ્રસંન્ન કરવા માટે વ્રત ઉપવાસ કરે છે. આ નવ દિવસના ઉપવાસ દરમિયાન માત્ર વ્રત રાખવું જ પૂરતું નથી, શરીરને હળવું અને ઉર્જાથી ભરપૂર રાખવું પણ એટલું જ જરૂરી છે. ઘણા લોકો માને છે કે ઉપવાસમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ડ્રિંક્સ બનાવવા મુશ્કેલ છે. પરંતુ ઘણા એવા ડ્રિક્સ હોઈ છે જે બનાવવા સરળ હોઈ પણ છે અને ઉપવાસ સમયે જરૂરી પોષણ શરીરને પહોંચાડી પણ શકે છે.

નવરાત્રિના ઉપવાસ દરમિયાન શરીરને તાજગી અને ઉર્જા આપવા માટે સાત્વિક ડ્રિંક્સ શ્રેષ્ઠ છે. આ ડ્રિંક્સ બનાવવામાં સરળ, સ્વાદિષ્ટ અને પોષણથી ભરપૂર હોય છે. જેમાં નારિયેળ પાણી, કેળા-બદામ શેક, ફુદીનાવાળી છાશ, ફળોની સ્મૂધી, ડ્રાયફ્રૂટ-કેસર દૂધ અને બેલનું શરબત જેવા વિકલ્પો ઉપવાસને હળવું અને ઉર્જાવાન બનાવે છે. આ ડ્રિંક્સ મિનિટોમાં તૈયાર થઈ જાય છે અને તે તહેવારની રોનકમાં ચાર ચાંદ લગાવે છે.

Coconut water and mint buttermilk

નારિયેળ પાણી અને ફુદીનાવાળી છાશ
નવરાત્રિના ઉપવાસ દરમિયાન નારિયેળ પાણી એ ઉપવાસનું સૌથી સરળ અને તાજગી આપનારું પીણું છે. તાજું નારિયેળ તોડીને તેનું ઠંડું પાણી પીવાથી શરીરને તરત હાઇડ્રેશન મળે છે, અને ગરમીમાં ઠંડકનો અનુભવ થાય છે. તે સવારે કે બપોરે શરીરની ઉર્જા વધારવા માટે આદર્શ છે. આ ઉપરાંત, ફુદીનાવાળી છાશ ડિહાઈડ્રેશન માટે ઉત્તમ વિકલ્પ છે. દહીં, પાણી, સેંધા નમક અને તાજા ભોદીનાને ફેંટીને બનાવેલી આ છાશ પેટને ઠંડક આપે છે અને પાચનને સુધારે છે, ખાસ કરીને ગરમીમાં ઉપવાસ કરતી વખતે.

કેળા-બદામનું શેક
ઉપવાસમાં એનર્જીની ઉણપ લાગે તો કેળા કે બદામનું શેક સૌથી ઉત્તમ છે. કેળા, દૂધ, શેકેલી બદામ અને મધને બ્લેન્ડ કરીને આ ક્રીમી શેક તૈયાર કરો. આ ડ્રિંક સવાર કે બપોરે પીવાથી દિવસભર હળવાશ અને તાજગીનો અનુભવ થશે. આ ઉપરાંત ફળોની સ્મૂધી માટે સફરજન, પપૈયું, દાડમ, દહીં અને મધને બ્લેન્ડ કરો અને ઠંડું કરીને પીવો. આ સ્મૂધી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે, જે બાળકો અને વૃદ્ધો માટે પણ યોગ્ય છે.

ડ્રાયફ્રૂટ-કેસર દૂધ
જો ઉપવાસમાં થોડું રિચ અને સ્વાદિષ્ટ પીણું જોઈએ, તો ડ્રાયફ્રૂટ-કેસર દૂધ શ્રેષ્ઠ છે. ગરમ દૂધમાં પલાડેલા ડ્રાયફ્રૂટ, કેસર અને એલચી ઉમેરીને શતપ ગરમ(luke warm) કરો. આ ડ્રિંક શરીરને ઉર્જા આપે છે અને ઠંડા હવામાનમાં ગરમી જાળવે છે. આ ઉપરાંત, બીલીના ફળનું શરબત એક યુનીક અને ઠંડક આપતો વિકલ્પ આપના માટે બની શકશે છે. પાકેલા બીલીનો ગર કાઢી, તેમાં પાણી, ગોળ અને એલચી પાઉડર ઉમેરી બ્લેન્ડ કરો. આ શરબત પેટને ઠંડક આપે છે અને શરીરને તરોતાજા રાખે છે.

આપણ વાંચો:  પ્રોટીનથી ભરપૂર દાળને ખોટી રીતે રાંધીને ગુમાવી રહ્યા છીએ પોષણ, કઈ રીતે બનાવાય દાળ ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button