‘તુ તો ગયા’ સરફરાઝે રચિન રવીન્દ્રને આવી રીતે ચીડવ્યો

મુંબઈ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડીયમ (IND vs NZ 3rd Test)માં ચાલી રહી છે. આ મેચના પહેલા દિવસે ભારતીય બોલર્સે સારું પ્રદર્શન કર્યું છે. બે સેશન બાદ ટી બ્રેક સુધી ન્યુઝીલેન્ડે 192 રન બનાવી લીધા છે, ભારતે ન્યુઝીલેન્ડના 6 વિકેટ બેટ્સમેનને આઉટ કર્યા છે. રવીન્દ્ર જાડેજાએ ૩, વોશિંગ્ટન સુંદરે 2 અને આકાશ દીપે 1 વિકેટ લીધી છે.
ટોસ હાર્યા બાદ ભારતીય ટીમ પ્રથમ બોલિંગ કરવા મેદાને આવી હતી. વોશિંગ્ટન સુંદર શાનદાર લયમાં બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે, સુંદરે પહેલા ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમને આઉટ કર્યો, ત્યાર બાદ રચિન રવિન્દ્રને પણ બોલ્ડ કરીને પેવેલિયન પાછો મોકલ્યો.
મેચ દરમિયાન વોશિંગ્ટન સુંદરે જે રીતે રચિન રવિન્દ્રને આઉટ કર્યો હતો, તેને જોઈને સરફરાઝ ખાન ખુશીથી ઉછળી પડ્યો. સેલિબ્રેશન દરમિયાન તે રચીનને કંઈક કહેતા પણ સાંભળવામાં આવ્યો હતો. સરફરાઝના લિપ સિંક પર ધ્યાન આપીએ તો એવું લાગી રહ્યું છે કે જાણે તે રવિન્દ્રને કહેતો હોય કે, ‘તું તો ગયા.’
રચિન ચોથા સ્થાને બેટિંગ કરવા આવ્યો હતો, તે કુલ 12 બોલ રમ્યો અને 41.67ના સ્ટ્રાઈક રેટથી માત્ર 5 રન બનાવ્યા. મુંબઈ ટેસ્ટ પહેલા તે છેલ્લી બે મેચમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો.
સુંદરે રચિન રવિન્દ્ર ઉપરાંત ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બંને બેટ્સમેન સુંદરના એક જ જેવા બોલ પર બોલ્ડ થયા હતા.