સ્પેશિયલ ફિચર્સ

મન હોય તો માળવે જવાય કહેવતને ચરિતાર્થ કરે છે સબિતા મહતો…

કહેવાય છે કે વ્યક્તિ ધારે તે કરી શકે બસ એટલી જ વાત છે કે તેના વિચારોને એક સાચી દિશા મળવી જોઇએ. ચાલો તમને આજે એક એવી સ્ત્રીની વાત કરું કે જે એક સમયે માછલી વેચતી હતી અને આજે તે એક સારી પર્વતા રોહક અને સાયકલ ચાલક છે. વાત કરું છું સબિતા મહતોની જે બિહારની છે. તેની પાસે લદ્દાખમાં ઉમલિંગ લા પાસ જીતવાનું બિરુદ છે. આ દુનિયાનો સૌથી ઉંચી સડક છે. તે 19,300 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. સબિતા અહીં કેવી રીતે પહોંચી તે નિશ્ચય અને હિંમતની પ્રેરણાદાયી વાર્તા છે.

સબિતા મહતોનો જન્મ બિહારના છપરા જિલ્લામાં એક ગરીબ પરિવારમાં થયો હતો. તે તેના પિતાની નાની દુકાનમાં માછલી વેચતી હતી. તેણે તેના પરિવારને મદદ કરવા માટે રમવાનું શરૂ કર્યું. અને ધીરે ધીરે આ રમતો તેની પેશન બની ગઇ. જો કે જ્યારે સબિતાએ તેના પરિવારને કહ્યું કે તે રમતગમતમાં જવા માંગે છે, ત્યારે તેના નિર્ણયનો ઘરના તમામ લોકો એ વિરોધ કર્યો હતો. પરંતુ અંતે તેણે પરિવારને મનાવી લીધો અને વોલીબોલ રમવાનું શરૂ કર્યું.

નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર બન્યા બાદ સબિતાએ એન્ડ્યુરન્સ સ્પોર્ટ્સ તરફ વળી આ એવી એડવેન્ચર સ્પોર્ટ્સ છે જેમાં ઘણી સહનશક્તિની જરૂર હોય છે. તેણે લદ્દાખમાં ઉમલિંગ લા પાસને સર કરવાનું નક્કી કર્યું. આ દુનિયાનો સૌથી ઉંચો મોટરેબલ રોડ છે. આ રોડ 19,300 ફૂટની ઉંચાઈ પર છે.

સબિતાએ મનાલીથી ઉમલિંગ લા સુધીનું 570 કિમીનું અંતર માત્ર 18 દિવસમાં પગપાળા જ કાપ્યું અને તે દિલ્હીથી ઉમલિંગ લા સુધી સોલો સાયકલ ચલાવનાર પ્રથમ મહિલા બની હતી. જો કે આટલે ઉપર ચડતા સુધી તેના શરીરે ઘણીવાર સાથ છોડી દીધો પરંતુ તે ક્યારેય મનથી હિંમત હારી નહોતી. ખાસ તો ઊંચાઈ પરના પાસમાં હવામાન વારંવાર બદલાયા કરે છે ક્યારેક ઠંડી હોય છે તો ક્યારેક ગરમી હોય છે.

સબિતાએ સાયકલ દ્વારા 33,000 કિમીથી વધુનું અંતર કાપ્યું છે. તેણે કુલ 12 શિખરો સર કર્યા હતા. ગયા જૂનમાં તે વિશ્વના સૌથી ઊંચા રોડ ઉમલિંગ લા પર મુસાફરી કરનાર વિશ્વની પ્રથમ મહિલા સાઇકલિસ્ટ બની હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button